<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

પોરબંદર ચોપાટીએ આર્મી નેવી એરફોર્સ દ્વારા 'રેસ્કયુ' કવાયતઃ હેરતભર્યા પ્રયોગો

 

પોરબંદર : અરબી સમુદ્ર કિનારેે ભારતીય સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી, એરફોર્સ દ્વારા એચએડીઆરનો કવાયત કાર્યક્રમ યોજાયો હતો જેનો મુખ્ય હેતુ કુદરતી આફતો સામે ભારતીય સેના તાત્કાલિક કેવી રીતે મદદ પહોંચાડે છે તેનો લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો.ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાના પ્રમાણ વધતા જઈ રહ્યાં છે કલાઈમેન્ટ ચેન્જના કારણે પોરબંદરના દરિયાકિનારા નજીક દર વર્ષે વાવાઝોડા ખતરો રહ્યો છે કારણ કે ગત ૨ વર્ષ પુર્વે પોરબંદરમાં આવેલા વાવઝોડામા ઘણુ નુકસાન પહોંચાડયુ હતું. ત્યારે ભારતીય સેના નવેમ્બના રોજ એચએડીઆરનો કાર્યક્રમ પ્રથમ વાર પોરબંદરના દરિયાકિનારે આયોજન કરાયો હતો. એચએડીઆરનો મુખ્ય હેતુ દરિયા તુફાનો સામે લોકોને કેવી રીતે તાત્કાલિક ભારતીય સેના મદદે આવે છે તેનુ નિદર્શન  ચોપાટી હજુર પેલેસ નજીક ભારતીય સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્રિવેદીના અધ્યક્ષતાને યોજાયો હતો. જેમાં ભારતીય સેનાના વાહનો, હેલીકોપ્ટર, રોબોટ, ડ્રોન તથા નેવી એરફોર્સના એરકાફ્રુટ, નેવીની શીપ, બોટ, એરક્રાફટ, કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર, ડોનીયર વગેરે દ્વારા રાહત બચાવ કામગીરીનું નિદર્શન બતાવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પાડોશી દેશોના ક્યાં ક્યાં દેશના પ્રતિનિધીઓ  હાજર રહ્યાં હતા.કુદરતી આફતો સામે ભારતીય સેના તાત્કાલીક  મદદ કેવી રીતે પહોંચાડે છે તેના યોજાયેલા લાઇવ ડેમોન્ટ્રેશનની તસ્વીરો. (તસ્વીરોઃ પરેશ પારેખ-પોરબંદર

(2:03 PM IST)