News of Wednesday, 20th November 2024
સૌરાષ્ટ્ર અને કચ્છની સૌપ્રથમ અને અત્યાધુનિક પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરના રોગોની પ્રાઇમ હોસ્પિટલ ગેસ્ટ્રો એન્ટેરોલોજીસ્ટ ડો. કે કે રાવલની અન્નનળીના ક્ષેત્રે મહાન શોધ

રાજકોટ : સૌરાષ્ટ્ર અને કચ્છ ના પ્રથમ ડીએમ ગેસ્ટ્રો એન્ટેરોલોજીસ્ટ ડૉ રાવલની એક યાદીમાં જણાવ્યા મુજબ, એક્લેશિયા-કાર્ડિયા તરીકે ઓળખાતી બીમારી કે જેમાં દર્દી ને ખોરાક ગળવામાં તકલીફ પડે છે અને જેની સારવાર માટે ની પીડારહિત અને ટાંકારહિત ‘‘એન્ડોસ્કોપિક સર્જરી કે જે POEM(Peroral Endoscopic Myotomy) તરીકે જાણીતી છે. આ માટે સબમ્યુકોસલ સ્પેસમાં (અન્નનળી ના દિવાલના બે પડ ની વચ્ચે નો ભાગ) એન્ડોસ્કોપનો પ્રવેશ જરૂરી છે, જે સર્જન માટે સૌથી મુશ્કેલ અને તકનીકી રીતે આવશ્યક કાર્ય છે. નવા ડૉક્ટર્સ માટે તે ઘણીવાર નિરાશાજનક અને સમય માંગી લે તેવું હોય છે.'' ઉપરોક્ત સમસ્યાનો સામનો કરવા માટે, ડૉ. કે. કે. રાવલની શોધેલી એલ-આકારની ઇન્સીઝન ટેકનિકે સબમ્યુકોસલ ટનલ માં પ્રવેશવાનો સંશોધિત રીતનો પ્રસ્તાવ મૂકયો છે. જેનાથી નવા અને ઓછા અનુભવી ડૉક્ટર ને પ્રક્રિયા કરવામાં સરળતા રહે છે અને વળી પ્રક્રિયા નો સમયગાળો પણ ઓછો થતા દર્દી ને પણ ઓછી તકલીફ પડે છે. છેલ્લા ૮ વર્ષમાં ૨૦૦ થી વધુ ભ્બ્ચ્પ્ રજૂ કરનાર ડૉ. કે કે રાવલ સરે છેલ્લા બે વર્ષથી આ ટેકનિકના વિકાસ માટે અવિરતપણે કામ કર્યું છે. સમગ્ર ભારતમાં માત્ર થોડાક જ કેન્દ્રો આ પ્રક્રિયા કરે છે અને પ્રાઇમ હોસ્પિટલ એ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ માં આ સર્જરી કરતું એકમાત્ર કેન્દ્ર છે. ડો. કે કે રાવલ અને એમની સાથે બીજા ૨ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ કે જે પ્રાઇમ હોસ્પિટલ રાજકોટ સાથે જોડાયેલા છે તેઓ એ આ ટેકનિક છ દર્દીઓમાં અમલમાં મૂકીને આ ટેકનિકનો પાયલોટ અભ્યાસ કર્યો છે. આ રિસર્ચ થી તારણ મળી આવી છે કે નવી ટેકનિકના ઉપયોગ થી શકય તેટલી ઓછી જટિલતા અને સમયનો બચાવ તેમજ કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વિના આ સર્જરી કરી શકાય છે જ્યારે કોન્સેપ્ટ ડિઝાઈનિંગ અને મેનુસ્ક્રિપ્ટ ડૉ. રાવલ દ્વારા કરવામાં આવી હતી; પ્રાપ્તિ, વિશ્લેષણ, ડેટા ઈન્ટરપ્રિટેશન અને વિવેચનાત્મક સમીક્ષા ડૉ. અવ્વલ સાદીકોટ, ડૉ. ચિંતન કણસાગરા અને ડૉ. ચિંતન મોરી દ્વારા કરવામાં આવી હતી. આ ટેકનિક વિશ્વનનામાંકિત મેડિકલ જર્નલ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
