News of Wednesday, 20th November 2024
આહીર સેના ગુજરાત દ્વારા સોમનાથમાં શૌર્ય દિવસની ઐતિહાસિક ઉજવણી

રાજકોટ : ૧૮ નવેમ્બર ૧૯૬૨ માં ભારત ચીન વચ્ચેના યુધ્ધમાં રેઝાગ્લા ખાતે માં ભોમની રક્ષા કાજે ૧૩૦૦ જેટલા ચીની સૌનિકોનો ખાત્મો બોલાવી ૧૧૪ જેટલા આહીર સૈનિકો વીરગતી પામેલ હતા. જેથી આ વીર આહીર સૈનિકોની યાદમાં આહીર સેના ગુજરાત દ્રારા તા. ૧૮ નવેમ્બરે સોમનાથ અને ભાલકાતીર્થ ખાતે કાર, બાઇક રેલી યોજી બન્ને મંદિરે ધ્વજારોહણ કરી સાંજે વિરાંજલી કાર્યક્રમ યોજેલ હતો. જેમા બહોળી સંખ્યામાં આખા ગુજરાતમાંથી આહીર સમાજના લોકો અને આગેવાનો જોડાયા હતા. સૌ પ્રથમ આહીર સમાજ વેરાવળ ખાતેથી સેકડો બાઇક અને કારના કાફલા સાથે આ રેલીને આહીર સમાજ ગુજરાતના પ્રમુખ જવાહરભાઇ ચાવડા અને આહીર સમાજના ભામાશા હીરાભાઈ જોટવા તેમજ જાણીતા કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતા દ્રારા રેલીને પ્રસ્થાન કરાવેલ હતુ. ત્યારબાદ વીર શહીદોની યાદમાં સોમનાથ અને ભાલકાતીર્થ મંદિર ખાતે વીર આહીર શહીદોની યાદમાં ધ્વજારોહણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ભાલકાતીર્થ મંદિરે વીર શહીદોને વિરાજલી કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં બ્રહમાકુમારી પરીવાર પણ સાથે જોડાયેલ અને સાથે સાથે આહીર સેનાએ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ હતુ. આ ઐતિહાસીક કાર્યકમમાં ગીર સોમનાથ જીલ્લાના તેમજ ગુજરાત ભરમાંથી આહીર સમાજના જુદા જુદા ક્ષેત્રના આગેવાનો, તેમજ ભાઇઓ, બહેનો ઉપસ્થિત રહયા હતા. તેમજ કાર્યકમના અંતે ચીન સામેની લડાઇમાં માં ભોમની રક્ષા કાજે વીરગતી પામેલા ૧૧૪ જેટલા વીર સૈનિકોને બે મીનીટ મૌન પાળી વિરાંજલી પાઠવી હતી. આ વિરાજંલી કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કલાકાર ભાવેશ આહીર દ્રારા વિરોના બલીદાન નામનું નવુ ગીત રજુ કરાયુ હતુ. ભાલકાતીર્થ મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત આહીર સમાજ ના લોકો એ વીર શહીદો અમર રહો, તેમજ જય યાદવ જય માધવ ના નારાથી આખુંય વાતાવરણ દેશભકિતમય બનાવી દીધુ હતુ.(૪.૩૩)
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
