<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

કલ્યાણપુરના ખીજદડ ગામે રાજપૂત યુવાનની કરપીણ હત્યા:મૃતદેહ માથામાં ગંભીર ઈજા સાથે ગોદડું વીંટેલું હાલતમાં ખેતરમાંથી મળ્યો

32 વર્ષના યુવાનના આ રીતે હત્યાના બનાવે સમગ્ર રાજપૂત સમાજમાં પણ ભારે ચર્ચા જગાવી

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે એક રાજપુત યુવાનની હત્યા થવાના બનાવે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાડી છે વિરમદેવસિંહ નામના 32 વર્ષના આ યુવાનનો મૃતદેહ માથામાં ગંભીર રીતે ઈજા થયેલી અવસ્થામાં ગોદડુ વીતેલો અવસ્થામાં ખેતરમાંથી મળી આવેલ છે આ વ્યક્તિ તેના પરિચિતના ખેતરમાં ગયેલો હતો ત્યાં આ મૃત્યુ થયાનું બહાર આવ્યું છે

    કલ્યાણપુર પીએસઆઇ ઉષાબેન અખેડ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે તથા જિલ્લા પોલીસવાળા નિતેશકુમાર પાંડેના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરવામાં આવી છે કઈ રીતે તેની હત્યા થઈ કયું હથિયાર વપરાણું હત્યારા કોણ છે તે બાબતમાં તપાસ હાથ કરવામાં આવી છે તથા મૃતકના મોબાઇલ ફોનના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે 32 વર્ષના યુવાનના આ રીતે હત્યાના બનાવે સમગ્ર રાજપૂત સમાજમાં પણ ભારે ચર્ચા જગાવી છે કઈ રીતે મૃત્યુ પામ્યું તે રહસ્ય હોય એની પણ ઊંડાણપૂર્વક પોલીસ તપાસ ચલાવી રહી છે

(9:49 PM IST)