<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ધ્રોલના નથુવડલા મજોઠની વચ્ચે બે બાઈક વચ્ચે અકસ્માતમાં આર્યનનુ સારવાર બાદ મોત:એકના એક પુત્રનું મોતથી અરેરાટી

ગંભીર ઇજા થતા જામનગર અને ત્યાંથી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

ધ્રોલ તાલુકાના નથુવડલા મજોઠ રોડ પર સાત આઠ દિવસ પહેલા બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમા આર્યન મહેશભાઈ મોરડને ગંભીર ઈજાઓ થતા તાત્કાલીક જામનગર સારવાર માટે ખસેડયા હતા અને ત્યાથી રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડયા હતા 

  દરમિયાન આજે વહેલી સવારે આર્યન મહેશભાઈ મોરડ (ઉ.મ ૧૯ ) નુ મોત થયુ છે તેઓ મુળ મજોઠ હાલ અને હાલમા ધ્રોલના ખારવા રોડ પર આવેલ રુદ્ર સોસયટી રહે છે એકાના એક પુત્ર નુ મોતથી પરીવારમા અરેરાટી ફેલાઈ છે (સંજય ડાંગર ધ્રોલ)

(9:50 PM IST)