<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ 50 હજારની લાંચ લેતા ઝડપાયો

ભાઈ બહેનના ઝઘડાની પતાવટ માટે લાંચ માંગી : બહેન સાથે સમાધાન થઇ ગયેલ છતાં આરોપી જેતાવત ગુનો દાખલ કરવાની ધમકી આપી પોલીસ સ્ટેશને બોલાવતા

 ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે. લાંચની રકમની અન્ય આરોપી વચેટીયો જિતેન્દ્ર અરવિંદભાઇ દવે (   રહે.વડવા ચોરા ,ભાવનગર ) મારફત સતત ઉઘરાણી કરતા ફરિયાદીએ કંટાળી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો

  

આ કેસની વિગત મુજબ ફરિયાદી વિરૂધ્ધ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના મોટા બહેને અરજીકરી હતી , તે અરજી અન્વયે ભાવનગર ના નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત ફરીયાદી ને જવાબ લખાવવા માટે બોલાવતા હતા ,તે દરમ્યાન ફરીયાદી ને તેમના બહેન સાથે સમાધાન થઇ ગયેલ હતું , તેમ છતાં આરોપી જેતાવત ફરીયાદી ને ગુનો દાખલ કરવા ની ધમકી આપી પોલીસ સ્ટેશને તાત્કાલીક બોલાવતા હતા , અને કોઇ હેરાનગતી નહી કરવાનાં બદલામાં ફરિયાદી પાસે થી રૂ.૭૦,૦૦૦/- વ્યવહાર પેટે લેવાનું નક્કી થયેલ હતું .

તે પૈકી રૂ.૨૦,૦૦૦/- ફરીયાદી એ પોતાના ભાઇ મારફતે “ ગુગલ પે “ થી આરોપી જેતાવતને આપી દીધેલ હતા , અને બાકી નાં રૂ.૫૦,૦૦૦/- માટે સામ્નય પ્રજાજન જીતેન્દ્ર અરવિંદભાઈ દવે સતત ઉઘરાણી કરતાં હતા , જેથી નાછુટકે ફરીયાદી એ આજ રોજ આપી દેવાનો વાયદો કરેલ હતો .

પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી વિરભદ્રસિંહ જેતાવત ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ની માંગણી કરી , સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયા હતા.

  આ કામમાં ટ્રેપીંગ ઓફીસર એસ.એન.બારોટ (પો.ઇન્સ. એ.સી.બી.ફિલ્ડ ૩ ( ઇન્ટે.) અમદાવાદ.જયારે સુપરવિઝન ઓફીસર તરીકે એ. વી. પટેલ મદદનીશ નિયામક,
એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.), અમદાવાદ.રહ્યા હતા

(10:59 PM IST)