<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ભાવનગર હેડ કોન્સ્ટેબલ વતી પ૦ હજારની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧: ભાવનગર માં બહેને કરેલી અરજીમાં હેરાન નહીં કરવા બદલ ભાઈ પાસેથી ૭૦ હજારની લાંચ માંગી ગૂગલ પેથી ૨૦ હજાર એડવાન્સ લઈ બાકીની રૃ. ૫૦ હજારની લાંચ લેતાં પોલીસ હેડ ર્સ્ની કોસ્ટેબલ નો વચેટીયો લાંચ રૃશ્વત વિભાગના અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જ્યારે હેડ કોન્સ્ટેબલને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના એ ડિવિઝન  પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેમના ભાઈ વિરૃદ્ધ  અરજી કરી હતી. જેના પગલે નિલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિરભદ્રસિંહ પદ્દમસિંહ જેતાવતે અરજીના મામલે  યુવકને જવાબ લખાવી જવા બોલાવ્યો હતો. જો કે, દરમિયાનમાં ભાઈ-બહેન વચ્ચે સમાધાન થઈ જવા છતાં હેડ કોન્સ્ટેબલે યુવકને ધમકી આપી તેમની વિરૃદ્ધ ગુન્હો દાખવ કરવાનું કહી હેરાન કર્યો હતો. અને અરજીના મામલે હેરાનગતિ સહન ન કરવી હોય તો પતાવટ પેટે રૃ.૭૦ હજારની લાંચ માંગી હતી. જે તે વખતે યુવકે દબાણમાં આવી તેમના ભાઈ મારફતે ગૂગલ પે મારફતે હેડ કોન્સ્ટેબલને રૃ.૨૦ હજાર આપ્યા હતા. જયારે, બાકીના રૃ.૫૦ હજાર માટે હેડ કોન્સ્ટેબલનો વચેટિયો વહિવટદાર જિતેન્દ્ર અરવિંદભાઈ દવે  યુવક પાસે ઉઘરાણી કરતો હતો. જેનાથી કંટાળી યુવકે લાંચ રૃશ્વત કચેરીને જાણ કરી ફરિયાદ કરી હતી. જેના પગલે કચેરીએ  લાંચનું છટકું ગોઠવ્યું હતું.

દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ વતી વચેટીઓ જીતેન્દ્ર શહેરના નિલમબાગ સર્કલે યુવક પાસેથી લાંચની રકમ લેવા આવ્યો હતો. જયાં યુવક પાસેથી લાંચ પેટે રૃ. ૫૦ હજાર સ્વીકાર્યા કે તુરંત જ અમદાવાદ લાંચ રૃશ્વત કચેરીના પીઆઈ બારોટ અને તેમની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડયો હતો. અને તેની વિરૃદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

(11:24 AM IST)