હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં ખુંટીયાએ ઢીક મારતા પૂર્વ મેયર વડોદરિયાને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર તા.૨૧: પૂર્વ મેયર અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મેહુલભાઇ વડોદરીયા તેમનુ ટુવ્હીલર લઇને રૃપાણી સર્કલથી આતાભાઇ તરફ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક જ ધસી આવેલા ખુંટીયાએ ઢીક મારતા તેઓ વાહન પરથી રોડ પર પટકાયા હતા. આ સમયે જ મેહુલભાઇના બે મિત્રો રોડ પરથી પસાર થતા હોય તેઓ તુરંત મેહુલભાઇને પહેલા તેમના ઘરે લઇ ગયા હતા અને ત્યાર બાદ તેમને સારવાર માટે મેરૃ ર્નસિંગ હોમમાં દાખલ કર્યા હતા.મેહુલભાઇને માથાના ભાગે ઇંજા પહોંચી હોવાના કારણે તેમનું સિટી સ્કેન અને એકસ-રે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે અગાઉ ભાવનગરમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદભાઈ કુકરેજાનું પણ ખુંટીયાએ હડફેટે લેતા ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું.
તળાજામાં ખુટીયો આડો આવતા બાઈક ચાલકનું મોત
તળાજા તાલુકાના વાટલીયા ગામમાં બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલ દેવરાજસિંહ તખુભા સરવૈયા (ઉ.વ.૩૮) તથા બોરડા ગામના વિશાલ વિજાભાઈ શિયાળ બંને બાઈક પર વેળાવદર થી તળાજા આવી રહ્યા હતા ત્યારે શેત્રુંજી નદીના પુલ પાસે રોડ પર ખુટીયો આડો પડતા સર્જાયેલા અકસ્માતમાં દેવરાજસિંહ સરવૈયાને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજયુ હતુ જ્યારે વિશાલભાઈને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
