<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ભાવનગરના પડવાના પાવર પ્‍લાન્‍ટમાં આગ લાગતા દોડધામ

ભાવનગરઃ  ઘોઘાના પડવા સ્‍થિત પાવર પ્‍લાન્‍ટમાં મોડી રાત્રે આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ  લીગનાઈટ થર્મલ પાવર સ્‍ટેશન પડવામાં ક્રેપકો કંપનીમાં કોલસો ચડાવવાના પટ્ટામાં ગત મોડી રાત્રે આગ લાગતા સ્‍થાનિક સ્‍તરેથી આગ ઓલવવા કામગીરી હાથ ધરાઈ હતી. વહેલી સવાર સુધી જહેમત ઉઠાવ્‍યા બાદ પણ સફળતા નહિ મળતાં ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરાતા વહેલી સવારે કાફલો દોડી ગયો હતો અને એક ટેન્‍કર પાણીનો છંટકાવ કર્યો હતો. દરમિયાનમાં આગ કાબૂમાં આવી ગઈ હતી.

(11:25 AM IST)