<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ઠંડકમાં વધારો યથાવત

કચ્‍છના નલીયામાં તાપમાન નીચુ ગયું: ૧૩ ડીગ્રી નોંધાયુ

રાજકોટ તા. ર૧ :.. સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે ધીમે ધીમે શિયાળો જામવા લાગ્‍યો છે. અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા વહેલી સવારના સમયે ઠંડીનો ચમકારો વધુ અનુભવાઇ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસોથી મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની વધુ અસર થતા લોકો તાપણા અને ગરમ વષાોનો સહારો લેવા લાગ્‍યા છે. આજે કચ્‍છના નલીયામાં ૧૩ ડીગ્રી, રાજકોટમાં ૧૬.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

સવારના ૯ વાગ્‍યા પછી ફુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ - જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર સાથે બપોરના સમયે ઉનાળા જેવુ વાતાવરણ અનુભવાય છે.

ઠંડીની આખો દિવસ અસર નથી રહેતી માત્ર રાત્રીના અને વહેલી સવારે સૂર્ય નારાયણના દર્શન ન થાય ત્‍યાં સુધી જ ઠંડી અનુભવાય છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૭.પ, મહત્તમ તાપમાન ૩૦.પ, ભેજનું પ્રમાણ ૬૦ ટકા, પવનની ગતિ ૪.૪ કિ. મી. હતી.

(12:05 PM IST)