<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

મુમુક્ષુ હર્ષાબેન બન્‍યા પૂ. સા. શ્રી હિતાંશપ્રજ્ઞાશ્રીજી મહારાજઃ મુમુક્ષુ જૈનીબેનનું પૂ. સા. શ્રી જયંતપ્રજ્ઞાશ્રીજી મહારાજ નામકરણ

પાલીતાણામાં જૈનાચાર્ય પૂ. શ્રી કિર્તીયશસૂરિજી મ. સા. એ કરેમી ભંતેના પાઠ ભણાવ્‍યા

 

(વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા. ૨૧ : સુરતના હિરા વ્‍યાપારી સેવંતીલાલ ઝવેરી વિનસ જવેલર્સના તીર્થવાટીકાના મેદાન-પાલીતાણામાં સૂરિરામચંદ્ર સંયમોઘાન ખાતે સુપ્રસિધ્‍ધ જૈનાચાર્ય શ્રી કિર્તીયશસૂરિજી મહારાજે પાલીતાણા ખાતેની નિર્ધારીત ૨૪ દિક્ષાઓ પૈકીની પાંચમી અને છઠ્ઠી દિક્ષા ખૂબ જ શાસન-પ્રભાવક માહોલમાં  આપી હતી. ૧૯મી તારીખે મુમુક્ષુ હર્ષા મહેશભાઈ અને મુમુક્ષુ જૈની દિલીપભાઈને આચાર્યશ્રીએ ૩૦૦૦ વ્‍યકિત વચ્‍ચે જૈન ધર્મની સાધુતાની દિક્ષા આપી ત્‍યારે વાતાવરણ સંવેદનાસભર બની ગયુ હતું. સવારે વહેલા દિક્ષાર્થીઓના અંતિમ વિદાય તિલકની વિધી થયા બાદ ૬ વાગે વિધી પ્રારંભ થઈ અને ૬-૩૦ વાગે ઓઘો અપાયો. એકના એક સંતાનને જૈન શાસનને સોંપનાર માતા-પિતાની સંવેદના ત્‍યારે સૌએ માણી અને વધાવી હતી. સુરત રહેતા મુળ બનાસકાંઠના ભોરોલ તીર્થના સંચળબેન તારાચંદ વોહેરા પરીવારે પોતાની બંને પ્રપૌત્રીની દિક્ષા માટે કરોડોના ખર્ચે  આયોજન કર્યુ હતુ. નૂતનવેશ પરીધાન કરી મંડપમાં આવ્‍યા બાદ આગળની વિધી કરાયા બાદ તેમના નૂતન નામ-સ્‍થાપન કરાયા. હર્ષાબેનનું નામ પૂ.સાધ્‍વીજી શ્રી હિતાંશપ્રજ્ઞાશ્રીજી મ.રાખી તેમને ફઈ થતાં પૂ.સા.શ્રી દક્ષપ્રજ્ઞાશ્રીજી મહારાજના શિષ્‍યા તરીકે અને જૈનીબેનનું નામ પુ.સાધ્‍વીજી શ્રી જયંતપ્રજ્ઞાશ્રીજી મ.રાખી તેમને ૧૫૦ જેટલા સાધ્‍વીજીના ગુરૂણી પુ.સાધ્‍વીજી શ્રી પ્રશમિતાશ્રીજી મહારાજનાં શિષ્‍યા તરીકે જાહેર કરાયા.

 આ દિક્ષા અવસરે છ આચાર્યો અને ૪૦૦ વધુ સંયમીઓએ નિશ્રા આપી હતી મહારાષ્‍ટ્ર ભવનથી પૂ.આ.શ્રી નયવર્ધનસૂરીજી મહારાજ પણ પધાર્યા હતા. ‘જયોત સે જયોત જલે' એ નિયમાનુસાર એ ભોરોલ તીર્થના જ રૂપેશભાઈ અને એમના ધર્મપત્‍નિ અ.સૌ.જયોતીબેનની ભાગવતી દિક્ષા માટે સંઘવી પરીવારે (૧૪ ડીસેમ્‍બરનું મુરત મેળવ્‍યુ. પોતાના ભાઈ, ભાણેજની જેમ એક પુત્ર અને એક પુત્રી એમ બંને એ સંતાનોને દિક્ષા અપાવ્‍યા બાદ રૂપેશભાઈએ ઘરને લોક મારવાનું મહાન કાર્ય કર્યુ સુરત શહેરમાં દરેક સાધુ-સાધ્‍વીજીની સેવા-વૈયાવચ્‍ચમાં રૂપેશભાઈ એલર્ટ બનીને કાર્યરત હતા.

ભોરોલ તીર્થ માંથી લગભગ ૬૦ પુણ્‍યાત્‍માઓએ દિક્ષા લીધી છે. વર્તમાન તપોનિધી આચાર્યશ્રી ગુણયશસૂરીજી મહારાજ અને એમના પુત્ર - શિષ્‍ય થતા આચાર્યશ્રી કિર્તીયશસૂરીજી મહારાજના પગલે પગલે આટલી દિક્ષાઓ થઈ છે. આજ તીર્થના દર્શનકુમાર અને વળષ્ટિબેન આ બે સગા ભાઈ-બહેનોની દિક્ષાનું મુરત લેવા માટે પોષ વદ-૮ નો દિવસ જણાવાયો હતો. વિપુલભાઈ કિર્તીલાલ વોહેરા બંનેના પિતાશ્રી છે. અને પાદરા (વડોદરા) પાસે એમની દિક્ષા ભારે ઠાઠથી યોજાશે.

અમદાવાદના ‘ઋષિકિરણ' પરીવારે પોતાના નવા બંગલામાં શ્રીશાંતીનાથ પ્રભુની પ્રતિષ્ઠા માટે ફાગણ વદ-૨ ની મુરત મેળવ્‍યુ હતુ.

દિક્ષાર્થી પરીવારે પધારેલ સૌના ભોજનની  વ્‍યવસ્‍થા કરી હતી. આજે ઉપધાન તપની માળના ચડાવવા બોલાવા સાથે પૂ.આ.શ્રી કિર્તીયશસૂરીજી મહારાજના આગામી ચાર્તુમાસની ‘જય' પણ જાલોરી ભવન, પાલીતાણા ખાતે બોલાવામાં આવી હતી.

(12:23 PM IST)