હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિંછીયાના અજમેર ગામના રાયધન ગાબુએ બીજીવાર ગાંજાનું વાવેતર કર્યુ ને પકડાઇ ગયો
અગાઉ વાવેતર કરી ગામે ૭ થી ૮ હજારના કિલોના ભાવે વેચી નાખ્યુઃ રૂરલ એસઓજીએ ૭.પ૯ લાખના ગાંજાના છોડ સાથે દબોચી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ ગાંજના છોડના જથ્થા સાથે નજરે પડે છે.
રાજકોટ, તા. ર૧ : વિંછીયાના અજમેર ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજાનું જંગી વાવેતર પકડી પાડી એક શખ્સને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્સે અગાઉ એકવાર ગાંજાનું વાવેતર કરી વેચી નાંખ્યા બાદ બીજીવાર વાવેતર કરતા પોલીસે દબોચી લીધો હતો.
જીલ્લાના નાયબ પોલીસ મહાનિરક્ષક જયપાલસિંહ રાઠોડે જીલ્લામાં એન.ડી.પી. એ. એકટ મુજબના વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેકટર એફ.એ. પારગફી તથા પો. સબ. ઇન્સ. બી.સી. મીયાત્રા સ્ટાફ સાથે વિંછીય પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો. હેડ કોન્સ. હિતેશભાઇ અગ્રાવત તથા વિજયભાઇ વેગડને સંયુકત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે રાયધન વાલજીભાઇ ગાબુએ અજભમેર ગામની સીમ સણોસરા ગામ તરફ જવાના જુના રસ્તે આવેલ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ગાંજાનું વાવતેર કરેલ હતું. રેઇડ કરતા ઉપરોકત ઇસમના કબ્જા ભોગવટા વાળી વાડીમાંથી ગેરકાયદેસર રીતે વસ્પતિજનન્ય ગાંજો વાવેતર કરેલ છોડ નંગ-૪૦ જેનું વજન ૭પ કિલો ૯૬૦ ગ્રામ કિ. ૭.પ૯ લાખનો મુદ્દામાલ કબજે કરી વિંછીયા પોલીસને હવાલે કરાયો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ રાયધન ગાબુએ અગાઉ પણ તેની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યુ હતું અને ગાંજો ૧ કિલો ૭ થી ૮ હજારના ભાવે વેચી નાંખ્યાની કેફીયત આપી હતી. અને બીજીવાર વાવેતર કરતા પોલીસની ઝપટે ચડી ગયો હતો. પકડાયેલ શખ્સને રીમાન્ડ અર્થે આજે કોર્ટમાં રજૂ કરનારે છે.
આ કાર્યવાહીના રૂરલ એસઓજીના જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નિરંજની, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, હિતેષભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ તથા ડ્રાઇવર નરસીભાઇ બાવળીયા જોડાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
