હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દ્વારકામાં હનીટ્રેપના બનાવમાં બે મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળીયા, તા.૨૧: દ્વારકા પો.સ્ટે. ક.૧૧૫(૨),૩૧૦(૨),૩૫૨,૬૧(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હની ટ્રેપ નો બનાવ બનવા પામેલ જેમા બે અજાણીસ્ત્રીઓ ફરીયાદી પાસે આવી અને પોતે દ્વારકામાં કાંઇ જોયેલ નથી તેવું બહાનું કરી પોતાને મુકી જવા જણાવેલ બાદમા ફરીયાદી ને શરીર સુખ બાંધવાની વાત કરી લલચાવી અને દ્વારકામાં પટેલ સમાજવાડીની સામેના ભાગે ગાર્ડનમાં અવાવરૂ જગ્યામાં લઇ જતા ત્યાં ત્રણ અજાણ્યા પુરૂષો આવી જતા ફરીયાદીને બધાએ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ફરીયાદીનો મોબાઇલ લુંટી તે મોબાઇલ ફોનમાં ગુગલ પે થી રૂ.૩૯૦૦૦/-ની લુંટ ચલાવેલ. તેમજ આવી જ રીતે સાહેદ પાસેથી પણ રૂ.૪૦૦૦/- ની લુંટ ચલાવેલ ની હકીકત ફરીયાદીએ જણાવેલ હોય જે બાબતેના ગુનાની ગંભીરતા ધ્યાને લઇ દ્વારકા પોલીસે ચક્રો ગતીમાન કરી સી.સી.ટી.વી. ફુટેજ ના આધારે આ કામેના અજાણ્યા આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢી ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ.
આરોપીઓમાં (૧) રાહુલ સ/ઓ જાલુભા ઉકરડાભા જામ રહે. ટી.વી. સ્ટેશન દ્વારકા (૨) સોનલ વા/ઓ રાહુલ જાલુભા જામ રહે. ટી.વી. સ્ટેશન દ્વારકા (૩) રમેશભાઈ સ/ઓ કાનજીભાઇ આશાર્યાભાઇ સંઘાર રહે. રાજપર કચ્છ (૪) સુનીતા વા/ઓ રમેશભાઈ કાનજીભાઇ સંઘાર રહે. રાજપર (૫) સુમીત સ/ઓ જીતેન્દ્રભાઇ ચિંતામણી રહે. પુના ગામ વલ્લભનગર જીવન જ્યોત સ્કુલની બાજુમાં સુરત શહેર છે. આ કામગીરી (૧) પોલીસ ઇન્સપેકટર ડી.એચ.ભટ્ટ, સબ ઇન્સપેકટર ટી.ડી. ચુડાસમા તથા ટીમે કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
