<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

જુનાગઢનાં તબીબોની સિધ્‍ધીઃ વેકયુમ એસીસ્‍ટેન્‍ડ વુડ કલોઝર પધ્‍ધતિથી ઇજાના ઘા ઉપર જલ્‍દી રૂઝ આવી

આસ્‍થા હોસ્‍પિટલના ડો. ચિંતન યાદવ અને ડો. આનંદ પોપટની કામગીરી

જૂનાગઢ તા.૨૧ : જૂનાગઢના બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલ આસ્‍થા હોસ્‍પિટલના ડો.  આનંદ પોપટે માનવતાને મહેકાવી છે. વાત જાણે એમ છે કે, આજથી બે માસ પહેલા  હેતલબેન નામના દર્દીને પગમાં નાની એવી ઈજા થઈ હતી. જે ગિરનારી ગ્રુપના સભ્‍યશ્રીઓને ધ્‍યાનમાં આવતા એમણે રૂબરૂ મુલાકાત લેતા દર્દીને ગંભીર ઇજા થઇ હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું.

     ગ્રુપના સભ્‍યશ્રીઓએ એમ. એસ. જનરલ અને લેપ્રોસ્‍કોપી સર્જન ડો. આનંદ પોપટનો સંપર્ક કરી દર્દીને સારવાર માટે લઈ ગયા હતા. ત્‍યારે ડોક્‍ટરે આ દર્દીના બ્‍લડ રિપોર્ટ, સોનોગ્રાફી સહિતની જરૂરિયાત મુજબની તપાસ કરતા દર્દીને ડાયાબિટીસ હોવાનું જણાવી એમને સમજાવ્‍યું હતું કે, ઓપરેશન કરવું પડશે. અને અંદાજીત સાડા ત્રણ થી ચાર મહિના સુધી આ ઇજાનો ઘાવ ખુલ્લો રાખીને ડ્રેસિંગ કરીને રૂજ લઈ આવવાનો પ્રયાસ કરવો પડશે. આ બધી વસ્‍તુ દર્દીના સગાઓને સમજાવી સમજૂતી લઈને ઓપરેશન કરવામાં આવેલ હતું. ઓપરેશન કર્યા બાદ દર્દીની તબિયતને ધ્‍યાનમાં રાખીને USC (વેકયુમ એસીસ્‍ટેન્‍ડ વુડ ક્‍લોઝર)નું આધુનિક પદ્ધતિથી ઘાવ ઉપર સફળતાપૂર્વક પ્રત્‍યારોપણ કરવામાં આવેલ હતું. જેથી કરીને આ ઘાવમાં રૂજ વહેલામાં વહી તકે આવે એવા ઙ્કયાસો કરીને ત્‍યારબાદ આ ઘાવ ઉપર પ્‍લાસ્‍ટિક સર્જરી કરીને બે જ મહિનામાં આ ઘાવમાં રૂજ આવી જતા દર્દીને સ્‍વસ્‍થ હોવાનું જણાવી રજા આપવામાં આવતા દર્દીના પરિવારમાં હર્ષનું મોજુ ફરી વળ્‍યું હતું.

     હેતલબેનના પરિવારજનનોએ જણાવેલ હતું કે, ડોક્‍ટરે ભગવાનનું સ્‍વરૂપ છે. જે અમોએ પ્રત્‍યક્ષ નિહાળેલું છે અને જૂનાગઢની આસ્‍થા હોસ્‍પિટલના ડાઙ્ઘ.ચિંતન યાદવ તથા સમગ્ર હોસ્‍પિટલના વિનમ્ર સ્‍ટાફના અમો કાયમી રુણી રહીશું. જૂનાગઢ ગિરનારી ગ્રુપના શ્રી સમીર દતાણી તથા સંજય બુહેચાની યાદીમાં જણાવાયું છે.

(2:21 PM IST)