હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રસ્તા બાબતે પૂછતાછ કરી લોકોને વાતોમાં ફસાવી દાગીના સેરવી લેતી રાજય વ્યાપી ગેંગ વેરાવળમાં ઝડપાઇઃ રાજકોટની બે ચોરી કબૂલી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ર૧: વેરાવળ સીટી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૯૨૪૦૯૩૪/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૪,૫૪,મુજબનો ગુન્હો તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ રજી થયેલ જેના ફરી.શોભનાબેન વા/ઓ પરષોતમભાઇ રાણાભાઇ ટાંક રહે.વેરાવળ,રાજેન્દ્રભુવનરોડ મફતીયાપરા ઝલક પાનની સામે વાળા રાજેન્દ્રભુવન રોડ પર આવેલ બેન્કોની સામે રોડ પર થી પસાર થતા હોય તે દરમ્યાન એક ઇકો ગાડીમા ચાર પુરૂષ ઇસમો તથા એક મહીલા ઇકો ગાડી સાથે પાછળથી આવી ને ભાવનગર જવાનો રસ્તો કઇ બાજુ આવેલ છે તે બાબતે પુછ-પરછ કરી ફરીને વાતોમા લઇ ફરી.ને સામે રોડપાર કરાવીને રોડની સામેની ગલીમા લઇ જઇ વાતો-વાતોમા ફરી.ની પાસેની પ્લાસ્ટીકની થેલીમાંથી આશરે ૧૦-ગ્રામ જેટલા વજનની સરવાળી કાનમા પહેરવાની સોનાની બુંટી સેરવી લીધાનો બનાવ બનેલ.
નેત્રમ શાખા ગીર સોમનાથના સી.સી.ટી.વી સર્વલન્સના આધારે પાંચ વ્યકિતીઓ સંઘપ્રદેશ દીવથી ખાતેથી હસ્તગત કરી વેરાવળ સીટી પો.સ્ટે. ખાતે લાવી પુછપરછ કરતા ઉપરોકત ગુન્હો કરેલાની કબુલાત આપતા હોય જેથી મુદામાલ સાથે (૧)મિનાબેન વા/ઓ ભીમાભાઇ શુખલા/મિનાબેન ડો/ઓ રામાભાઇ દાનાભાઇ સલાટ મારવાડી ઉ.વ-૩૭ ધંધો-ઘરકામ રહે-વિજાપરુ માઢી આશ્રમની બાજુમાં
(૨)રતનભાઇ પ્રેમાભાઇ રાઠોડ મારવાડી ઉ.વ.૩૭ ધંધો-છુટક મજુરી રહે.અમદાવાદ ભદ્રેશ્વર હાઉસિંગ સોસા.,એરપોર્ટ(સરદારનગર)ની બાજુમાં
(૩) સંજયભાઇ રામાભાઇ સલાટ મારવાડી ધંધો-મજુરી ઉ.વ-૨૨ રહે- ખોરજ ખોડીયાર,જોગણીમાના મંદિરની બાજુમાં
(૪) જસવંતભાઇ જીતનભાઇ સલાટ મારવાડી ઉ.વ-૨૫ ધંધો-થેલા વહેચવાનો રહે-વિજાપુર ,માઢી આશ્રમની બાજુમાં
(૫) નિલેશભાઇ ઉર્ફે ભુરો મહેશભાઇ રાવલ દાવડા ધંધો ડ્રાઇવિંગ ઉ.વ.૨૨ રહે. વિશનગર ચોકડી શાષાીનગર હુડકો,ઉઝા તા.ઉઝા.
જેમાં મોહનભાઇ શુખલા ડો/ઓ રામાભાઇ દાનાભાઇ સલાટ રહે-વીજાપુર માઢી આશ્રમની પાછળ તથા સાથેના ચાર પુરૂષોએ સાથે મળી રાજકોટ શહેર બાયપાસ પરથી ચોરી કરેલા ની કબુલાત આપેલ
(૨) સોનાનુ ગળામા પેહરવાનુ પેન્ડલ વજન આશરે ૨.૬૦૦ ગ્રામ જેની કિંમત આશરે રૂ.-૧૫,૦૦૦/- જે મિનાબેન વા/ઓ ભીમાભાઇ મોહનભાઇ શુખલા ડો/ઓ રામાભાઇ દાનાભાઇ સલાટ તથા સાથેના ચારેય પુરૂષ ઇસમો સાથે મળી રાજકોટ શહેર બાયપાસ પરથી ચોરી કરેલા ની કબુલાત આપેલ જે તપાસ અર્થે કબ્જે કરેલ છે.
ઉપરોકત ગેંગના સભ્યો સાથે મળીને ધાર્મીક સ્થળો તથા પ્રવાસન સ્થળો ખાતે પોતાની ઇકો ગાડી લઇને આવી જવાનો રસ્તો કઇ બાજુ આવેલ છે તે બાબતે પુછ-પરછ કરી લોકોને વાતોવાતમા લઇ નજર ચુકવી કિંમતી સોનાના દાગીના અથવા રૂપીયા સેરવી પડાવી લઇ ચીલઝડપ કરવાનો એમ.ઓ ધરાવે છે.
વેરાવળ સીટી પો. સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના પો. સબ ઇન્સ. એસ. એમ. દેવરે તથા એ. એસ.આઇ. વજુભાઇ ઉગાભાઇ ચાવડા તથા વિપુલસિંહ રામસિંગભાઇ રાઠોડ તથા પો. હેડ કોન્સ. સુનિલભાઇ માંડણભાઇ સોલંકી તથા કમલેશભાઇ જગમાલભાઇ પીઠીયા તથા વિશાલભાઇ પેથાભાઇ ગળચર તથા અનિરૂધ્ધસિંહ જયવંતસિંહ રાયજાદા તથા ચિંતનસિંહ જગદિશભાઇ ખેર તથા પો.કોન્સ.અશોકભાઇ હમીરભાઇ મોરી તથા રોહીત જગમાલભાઇ ઝાલા તથા નદિમભાઇ શેરમહમદભાઇ તથા ભુપતભાઇ નાથાભાઇ સોલંકી તથા વુ. પો.કોન્સ.કાજલબેન રાજશીભાઇ આ કામગીરી મા જોડાયેલ હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
