હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોમનાથ વેણેશ્વર ગૌશાળા આંદોલનનો સુખદ અંત વહીવટી,રાજકીય મૌખીક ખાત્રી મળતા આંદોલન સમેટાયું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૧: સોમનાથ વેણેશ્વર ગૌશાળા નું પાંચ દિવસ થી આંદોલન ચાલતું હતું તેનો આજે સુખદ અંત આવેલ હતો જીલ્લિા કલેકટર, સાંસદ, ટ્રસ્ટના જનરલ મેનેજરની મોટીગ મળેલ હતી જેમાં મૌખીત ખાત્રી અપાતા આંદોલનનો સુખદ અંત આવેલ હતો.
સોમનાથ વેણેશ્વર ગૌશાળા તેમજ નાનુ રામદવપીરનું મંદિરનું ડીમોલેશન રોકવા માટે પાંચ દિવસથી આંદોલન ચાલતું હતું જમાં મોટી સંખ્યામાં કોળી સમાજના થવાનો ગૌભકતો આંદોલનમાં બેઠા હતા રામધુન સહીતના અનેક કાર્યક્રમો થયેલ હતા તેમજ વિશાળ મોટરસાઈકલ રેલી નિકળેલ હતી આજે વેરાવળ પ્રાંત અધિકારીમાં જીલ્લિા કલેકટર દિવિજય સિંહ જાડેજા,એસ.પી મનોહરસિંહ જાડેજા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, કોળી સમાજ યુવક મંડળ તથા આગેવાનોની મીટીગ મળેલ હતી અને વહીવટી તત્ર તેમજ સાંસદે મંત્રણાઓ કરી જવાબદારી લીધેલ હતી કે દરક આગેવાનો તેમજ સોમનાથ ટ્રસ્ટ સાથે સાથે મીટીગ કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે હાલ કોઈ ગૌશાળા કે મંદિર ચપટી ધુળ પણ હટાવવામાં આવશે નહી ૧૯૯૩ જે ઠરાવ થયેલ હતો તેની ચેરમેન અને ટ્રસ્ટને રજુઆત કરવામાં આવશે તેવી ખાત્રી અપાયેલ હતી જેથી કોળી સમાજ તમજ ગૌભકતો દ્વારા જે આંદોલન ચલાવાતું હતું તે સુખરૂ૫ પૂર્ણ થયેલ છે.
જાણવા મળતી વિગત મુજબ જયારે આંદોલન શરૂ થયેલ હતું ત્યારે જીલ્લા કલેકટર ઈણાજમાં રૂબરૂ રજુઆત કરવા ગયેલ હતા ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક હાજર હતા ત્યારે પણ ડીમોલેશન નહી કરવામાં આવ તેવી ખાત્રી અપાયેલ હતી આંદોલનનો સુખદ અંત આવતા કોળી સમાજમાં હર્ષની લાગણી ફેલાયેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
