હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજુલા પંથકમાં ટ્રક માલિકો પાસેથી ટ્રક લઇને લોન-છેતરપીંડી પ્રકરણમાં ઝડપાયેલા ૩ શખ્સો ૪ દિવસના રિમાન્ડમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. ટ્રક માલિક પાસે થી ટ્રકની બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ખરીદી કર્યા બાદ ટ્રકનો ભંગાર સ્ક્રેપીંગ કરી ટ્રકનો નાશ કરી ફરીયાદી સાથે છેતરપીંડી આચનાર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી આવી રીતે અલગ અલગ જીલ્લાઓમાં સંગઠીત અપરાધ કરતા આરોપીઓમાંથી ત્રણ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ ટીમે મેળવ્યા છે.
ઉઝેફા આરીફભાઇ શેખ ઉ.વ.૨૯ ધંધો.દલાલી રહે. મહુવા,ઘર નં.૪૫૪ વલીભાઇનો ચોક, તારવાડી ગલી,નવા જાપા તા.મહુવા જી.ભાવનગર, -ઇમ્તીયાઝ ઉર્ફે બિહારી- નસીરઅહમદ અન્સારી ઉ.વ.પર ધંધો ટ્રક લે-વેચની દલાલી રહે.મહુવા, નવા જાપા, ઝમ- ઝમ એપાર્ટમેન્ટ ત્રીજા માળે ફ્લેટ નં.૩૦૪ તા.મહુવા જી.ભાવનગર, દિપકભાઇ ઉર્ફે કાલા નારણભાઇ ગોહેલ ઉ.વ.૨૯ ધંધો.ભંગારનો રહે.ભાવનગર, મોતી તળાવ, વૈશાલીટોકિઝની પાછળતા.જી.ભાવનગરને ઝડપી પાડેલ છે.
આ કામના આરોપીઓ ચાલુ લોન વાળા ટ્રક માલીક ટ્રક વેચવામાં માંગતા હોય લોન શરૂ હોય તેમને બાના પેટે થોડા ઘણા રૂપીયા આપી ચાલુ લોનના હપ્તાની દર મહિને જે રકમ થાય તે ભરી આપવાની શરત મુજબનુ ઘરમેળેનુ વકીલ મારફતે નોટરી લખાણ કરી ટ્રક વેચાતો મેળવીને વેચાતો લીધેલ ટ્રક ભંગાર સ્ક્રેપીંગનુ કામ કરતા ભંગારના વેપારીને વેચી નાખી ટ્રક ભંગારમાં સ્ક્રેપ કરી વેચાણથી લીધેલ ટ્રક સગે વગે કરી વેચાણ આપનારના ચાલુ લોનના હપ્તા નહી ભરી કે હપ્તાની ચડત રકમ કે ગેરેન્ટી ચેક નહી આપી એક બીજા સંગઠીત થઇ એક બીજાનું મીલાપીપણુ કરી કાવતરુ રચી છેતરપીંડી કરવાની ટેવ ધરાવે છે.
એસ. પી. હિમકરસિંહની સુચનાથી આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.એમ.એફ.ચૌહાણ એ.એસ.આઇ રાણાભાઇ કાબાભાઇ વરૂ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. મધુભાઇ નથુભાઇ પોપટ તથા હેડ.કોન્સ.હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ.હરેશભાઈ ભાયાભાઇ વાળા તથા હેડ કોન્સ.હરેશભાઈ નાનજીભાઈ બાંભણીયા તથા પો.કોન્સ. રવિરાજભાઈ બાબુભાઇ વરૂ, પો.કોન્સ ઘનશ્યામભાઈ હસમુખભાઈ મહેતા તથા ટાઉનબીટ ના હેડ.કોન્સ મુકેશભાઈ પરશોતમભાઈ ગાજીપરા તથા પો.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઈ બાબરીયા તથા પો.કોન્સ.પરેશભાઈ મનુભાઇ દાફડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
