<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ડ્રાઇવરે ખાલી ટેન્‍કરનું ઢાંકણું ખોલ્‍યું અને થયો બ્‍લાસ્‍ટ : ૬૦ ફૂટ દૂર ઊછળીને પડતાં મોત

ગાંધીધામમાં કેમિકલ ખાલી કર્યા બાદ પાર્ક કરેલ ટેન્‍કરમાં દુર્ઘટના

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ર૧: કચ્‍છના કંડલા બંદરે ઝેરી રસાયણો ઉપરાંત પેટ્રોલિયમ પ્રોડક્‍ટ્‍સ ના કારણે અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓ વચ્‍ચે ખાલી ટેન્‍કરમાં બ્‍લાસ્‍ટના બનાવે એક વ્‍યકિતનો ભોગ લીધો છે. ગાંધીધામના મીઠીરોહર ગામે ખાલી ટેન્‍કર સર્વિસ કરીને પાર્ક કરાયું હતું.

ડ્રાઇવર ઇજહાર આલમ (ઉ.૪૭) એ ટેન્‍કરનું ઢાંકણું ખોલતા એકાએક ધડાકો થયો હતો. ધડાકા સાથે જ ડ્રાઇવર ઇજહાર આલમ ઊંચે ઉછળીને ૬૦ ફૂટ જેટલો દૂર પડ્‍યો હતો. ધડાકાને કારણે ઊછળ્‍યા બાદ તેનું શરીર ઇજાગ્રસ્‍ત હાલતમાં દૂર પડ્‍યુ હતુ અને તેનુ અરેરાટીભર્યું મોત નિપજ્‍યું હતું.

આ ટેન્‍કરમાં અગાઉ મિથેનોલ ભરેલું હતું. પોલીસે એફએસએલ ટીમ બોલાવી વધુ તપાસ હાથ ધરી છે.

(2:38 PM IST)