<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

જામનગરમાં સોનલ બીજની ઉજવણી નિમિત્તે કાલે બેઠકનું આયોજન

સમસ્ત ચારણ સમાજ- જામનગરના કાર્યકર્તા ભાઈઓને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખનુ આમંત્રણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ :આઈ શ્રી સોનલ માં શેક્ષણીક એન્ડ સામાજીક ચેરીટેબલ ટ્રસ્ટ- જામનગર દ્વારા  તા.૦૧/૦૧/૨૦૨૫ને બુધવાર ના રોજ સોનલબીજની ઉજવણી કરવામાં આવશે. 

        આ કાર્યક્રમના આયોજન સંદર્ભે એક અગત્યની મીટિંગ તા.૨૨/૧૧/૨૦૨૪ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે સોનલ મંદિર , ૪૯-દિગ્વિજય પ્લોટના છેડે, ઉધોગનગર, શંકર ટેકરી ટેલીફોન એક્સચેન્જ ની પાસે, જામનગરમાં રાખવામા આવી છે. સમસ્ત ચારણ સમાજ- જામનગરના કાર્યકર્તા ભાઈઓને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ દેવીદાનભાઈ ગઢવી દ્વારા જણાવાયુ છે.

(3:04 PM IST)