News of Thursday, 21st November 2024
ધ્રોલના નથુવડલા મજોઠની વચ્ચે સર્જાયેલ અકસ્માત ઇજાગ્રસ્ત આર્યન મોરડનું મૃત્યુ
એકના એક પુત્રના મૃત્યુથી અરેરાટી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર૧: ધ્રોલ ના નથુવડલા મજોઠ ની વચ્ચે બે બાઈક વચ્ચે અકસ્માતમા યુવાનનુ સારવાર દરમિયાન મોત થતા અરેરાટી થઇ છે.
ધ્રોલના નથુવડલા મજોઠ રોડ પર અઠવાડીયા પહેલા બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો પ્રાથમિક વિગતો અનુસાર જેમા આર્યન ને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક જામનગર ખાતે સારવાર માટે ખસેડયા હતા અને ત્યા થી રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડયા હતાં.માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ગઈ કાલે વહેલી સવારે આર્યન મહેશભાઈ મોરડ ઉ.મ ૧૯ નુ મોત થયુ તેઓ મુળ મજોઠ ગામના અને હાલ ધ્રોલ ના ખારવા રોડ પર આવેલ ના રુદ્ર સોસયટી રહે છે એક પુત્ર નુ મોત થી પરીવાર મા અરેરાટી ફેલાઈ.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
