<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

તંત્રના પાપે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો :ભાવનગરના તળાજામાં રખડતા ઢોરની અડફેટે યુવકનો જીવ લઇ લીધો

દેવરાજ સરવૈયા નામનો યુવક વેળાવદરથી તળાજા આવતો હતો ત્યારે આખલાએ તેને અડફેટે લીધો.

ભાવનગરમાં રખડતા ઢોરે અનેક લોકોને અડફેટે લીધા છે. ભાવનગરના તળાજામાં જ રખડતા ઢોરે એક યુવકનો જીવ લઇ લીધો. દેવરાજ સરવૈયા નામનો યુવક વેળાવદરથી તળાજા આવી રહ્યો હતો ત્યારે આખલાએ તેને અડફેટે લીધો. જેના કારણે દેવરાજનું કરૂણ મોત થયું હતું

   યુવકના મોતને કારણે તેના પરિવારમાં માતમ છવાયો છે. અગાઉ ભાવનગરનાં પૂર્વ મેયર ગોવિંદ કુકરેજાને આખલાએ અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ભાવનગર શહેર અને જિલ્લામાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.

ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલ વડોદરીયાને પણ આખલાએ અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચી છે. પૂર્વ મેયર મેહુલ વડોદરીયા બાઇક પર રૂપાણી સર્કલ પાસે જઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ ધસી આવેલા આખલાએ પૂર્વ મેયરને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા. મેહુલ વડોદરિયાને માથા અને હાથના ભાગે ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બની રહ્યો છે. છતાં મનપા તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.


 

(6:31 PM IST)