તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
સાળંગપુરમાં શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ૨૫૦ કિલો ગલગોટા-ગુલાબના ફુલનો શણગાર : ૨૫૦ કિલો જામફળનો અન્નકૂટ
શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યજ્ઞશાળામાં મારુતિયજ્ઞ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૨૩
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવાર નિમિત્તે હનુમાનજીદાદાને દિવ્ય વાઘા પહેરાવાયા છે, સિંહાસને ગલગોટાના ફુલોનો શણગાર કરાયો છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)એ કરી હતી. એવમ્ દાદાને જામફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજનકરવામાં આવ્યું હતું.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. હનુમાનજીદાદાના સિંહાસને 250 કિલો ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. તો દાદાને આજે 250 કિલો કચ્છના જામફળનો અન્નકુટ ધરાવાયો છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
