<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

મોબાઇલ કોમ્‍પ્‍યુટર પાછળ નહી પરીવાર પાછળ સમય પસાર કરો.. બ્ર.કુ. શિવાની દીદીનું કેશોદમાં પ્રવચન

આજકાલ વિદ્યાર્થીઓમાં આત્‍મહત્‍યાનું વધતુ પ્રમાણ ગંભીર ચિંતા ઉપજાવે છે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૩ વિશ્વવિખ્‍યાત અને રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા બ્ર.કુ. શિવાની દીદીએ અહી ખાતે યોજાયેલ એક સભામાં બોલતા  કહ્યું હતું કે આજ કાલ વિદ્યાર્થીઓમાં આત્‍મહત્‍યાનું પ્રમાણ વધતા જાય છે. જે સમગ્ર સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આજના બાળકો-યુવાનોમાં સહનશીલતાનો અભાવ છે. પરંતુ માતા-પિતાએ તેઓને સમજાવવા જોઇએ કે તું એક મહાન આત્‍મા છે. તારામાં કોઇ નબળાઇ નથી, તું સૌથી શ્રેષ્‍ઠ, અલગ અને શકિતશાળી યુવાન છો.

કેશોદના આજ સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચિકકાર જનમેદનીને સંધોધતા વિશેષમાં શિવાની દીદીએ પરિવારને સ્‍વસ્‍થ અ ને સુખી રાખવા માટે કહ્યું ક(૧)ે જયારે પરિવારમાં એક બિજાને સમજવામાં આવ (૨) જેવા છે તેવા સ્‍વીકારવામાં આવે (૩) એક બીજાનો વિશ્વાસ કેળવવામાં આવે (૪) અને એક બીજાને સરળતાથી માફ કરી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવે ત્‍યારે પરીવારમાં સ્‍વર્ગનું સુખ મળે છે. તેઓએ આગળ કહ્યું  આજકાલ ડીપ્રેશનની બીમારી દર પાંચ વ્‍યકિતએ એકમાં જોવા મળે છે જે પણ સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે. આ માટે પરિવારમાં સંબંધોની સુવાસ ને દુષિત ન બનાવતા સાચી સમજ  કેળવી આધ્‍યાત્‍મ વિચાર સરણી અપનાવી મનને જીતીને વર્તન વ્‍યવહાર કરશો તો જ ઘર સ્‍વર્ગ જેવું બનશે આગળ બોલતા કહ્યું કે ઘરમાં ધન અને અન્ન આ બંને પરિવારના સભ્‍યો પર અસર કરે છે. માટે ઘરમાં અનિતિનું ધન અને દુષિત સવભાવવાળું અન્ન ન આવવું જોઇએ અન્ન દુષિત ન બને માટે રાંધતી વખતે બહેનોએ ખાસ આધ્‍યાત્‍મ વિચારોમાં મનને પરોવી રસોઇ બનાવવી જોઇએ.  આ ઉપરાંત આજે લોકો મોબાઇલ અને કોમ્‍પ્‍યુટર, ટીવી, ના વ્‍યસની બની ગયા છે. તેને બદલે પરિવાર પાછળ સમયે આપે તેવી ખાસ ચેતવણી સાથે સલાહ આપી કારણ કે ટીવી ની સિરિયલમાં પરિવારને વિખુટા પાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે. અંતમાં માતા-પિતાને સલાહ આપી કે તમારા બાળકોની સરખામણી કયારેય કોઇ અન્‍ય બાળકો સાથે ન કરો.

 સતત ૯૦ મીનીટ ચાલેલા આ કાર્યક્રમમાં ખાસ નોંધપાત્ર હકિકતએ હતી કે આ સમગ્ર પ્રવચન જુની પરેડના બદલે ગીતાજીના શ્‍લોકો પર આધારિત હતું ચિકકાર જનમેદની છતા કોઇ અવ્‍યવસ્‍થા નહી બરાબર ૫-૪૫ શરૂ થયું અને ૭-૪૫ મિનિટે પુરૂ થયુ એ દરમિયાન ટાંકણી પડે તો પણ ન સંભળાય એટલી શાંતિ હતી. દુર દુરથી લોકો પ્રવચન સાંભળવા આવ્‍યા હતા ભાઇઓ અને બહેનોની  બેઠક વ્‍યવસ્‍થા અલગ હતી. ટ્રાફિક વ્‍યવસ્‍થા જાળવવા સંસ્‍થાને સમર્પિત કાર્યકરો છેક સુધી સેવા બજાવતા હતા. વાહન પાર્કિગની વ્‍યવસ્‍થા અદ્‌ભુત હતી કોઇ ખોટા ભાષણોમાં સમય બગાડવાને બદલે માત્ર દિપ પ્રગટાવી એક જ વ્‍યકિત બ્ર.કુ. શિવાની દીદીના હવાલે માઇક મુકાઇ ગયું હતું.

(10:47 AM IST)