તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
મકાન કેમ ખાલી નથી કર્યુ કહી કાકાએ બસ સ્ટેન્ડ પાસે યુવાન ભત્રીજાને છરી વડે રહેંસી નાખ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ :.. અત્યારે લોકોમાં વધતો જતો શોર્ટ ટેમ્પરનો ફિનોમીના આપસી સંબંધોને લોહીલુહાણ કરી રહ્યો છે. કચ્છના ગાંધીધામ તા.ના ગળપાદર ગામે મકાન ખાલી કરવાની બાબતે બનેલા હત્યાના બનાવે ચકચાર સર્જી છે. ભત્રીજાએ પોતાનું ભાડે આપેલ મકાન ખાલી ન કરતા ઉશ્કેરાયેલા કાકાએ ગામના બસ સ્ટેશન ઉપર ૩૪ વર્ષીય યુવાન ભત્રીજા દીપક ખેંગાર લોખીલને છરી વડે રહેંસી નાખ્યો હતો. હત્યારા કાકા કાનજી રાજાભાઈ લોખીલ સામે ફિટકાર વરસી રહ્યો છે. આ મુદ્દો કૌટુંબિક હોઈ ફરિયાદ દાખલ કરવામાં ઢીલ થઈ છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
