તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
વેરાવળ ગંગાનગર સોસાયટીમાં વ્હેલી સવારે કચરામાં આગ : બે કાર બળીને ખાખ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૩: વેરાવળ ગંગાનગર સોસાયટી માં વ્હેલી સવારે કચરામાં આગ લાગતા મોટું સ્વરૂપ હાથ ધરેલ હતું જેથી બે મોટરકાર પડેલ હતી તે બળીને ખાખ થઈ ગયેલ હતી ફાયર ફાઈટર ના કર્મચારીઓ સમયસર પહોચી જતા વધ કોઈ નુકશાન થયેલ ન હતું.
વેરાવળ ગંગાનગર સોસાયટી માં પડેલ કચરા માં વ્હેલીસવારે ૫.૪૫ કલાકે અચાનક આગ લાગતા મોટો ભડકો થતા રહેવાસીઓ બહાર નિકળી ગયેલ હતા તાત્કાલીક ફાયર ફાઈટરને જાણ કરતા કર્મચારીઓ પહોંચી ગયેલ હતા કચરા માં લાગેલ આગે મોટું સ્વરૂ૫ ૫કડી લેતા બે મોટરકાર સ્થળ ઉપર પડેલ હતી તે બળીને ખાખ થઈ ગયેલ હતી એકાદ કલાક બાદ આગ કાબુ માં આવેલ હતી ફાયર ફાઈટર ના કર્મચારીઓ સમયસર પહોંચી જતા વધુ કોઈ નુકશાની થયેલ ન હતી.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
