<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ચિંતન શિબીરમાં ભુપેન્‍દ્રભાઇની ઉપસ્‍થિતિમાં રોજગારીની નવી તકો વિશે ચર્ચા-વિચારણા

‘સમગ્ર દિવસ દરમિયાન ચાર જેટલા ગ્રુપ ડિસ્‍કશનમાં મંત્રીઓ અને વરિષ્‍ઠ સચિવો સહભાગી થયાઃ મુખ્‍યમંત્રી ચર્ચા સત્રોમાં ઉપસ્‍થિતઃ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવક વધારવીઃ સરકારી યોજનાઓમાં સેચ્‍યુરેશન પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓનું યોગદાન-વિષયો પર સર્વગ્રાહી ચિંતન-મંથન થયુ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા. ર૩ :.. મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વમાં સોમનાથ ખાતે યોજાઈ રહેલી ૧૧મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્‍ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાને વધુ ગતિ આપવાના હેતુથી વિવિધ વિષયો પર ગળપ ડિસ્‍કશન કરીને પરિણામદાયી ચિંતન-મંથન કર્યું હતું.

આજે શિબિરના બીજા દિવસે જે વિષયો પર જૂથ ચર્ચા કરવામાં આવી હતી તેમાં રોજગારીની નવી તકો ઊભી કરવી, તેમજ કળષિ અને પશુપાલના સર્વાંગી વિકાસ દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવક વધારવી જેવા વિષયે મંત્રીશ્રીઓ, સચિવો સહિતના ઉચ્‍ચ અધિકારીઓએ વિચાર-વિમર્શ કર્યા હતાં.

આ ઉપરાંત, રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની જનહિતકારી યોજનાઓનો લાભ ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચાડવા સેચ્‍યુરેશન એઙ્ઘોચથી સાથે મળીને આગળ વધવા અને જરૂરતમંદ ઙ્કત્‍યેક લાભાર્થીને આવરી લેવા સંદર્ભે પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વિકસિત ભારત ક્‍૨૦૪૭ના સંકલ્‍પને સાકાર કરવા પ્રવાસન વિકાસના યોગદાન અંગે જિલ્લા અને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ભૂમિકા વિષયે પણ સામૂહિક ચર્ચા કરવામાં આવી હતી.

નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્‍ય મંત્રી  ઋષિકેષભાઈ પટેલ, કળષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્‍યમંત્રી  હર્ષભાઈ સંઘવી, પંચાયત મંત્રી  બચુભાઈ ખાબડ સહિતના મંત્રીઓએ પણ પોતાના  વિચારો વ્‍યક્‍ત કર્યા હતા.

સંબંધિત વિભાગોના અધિક મુખ્‍ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ અને સચિવશ્રીઓએ આ ચર્ચામાં જોડાઈને પોતાના વિભાગોના કાર્યઆયોજનના મંતવ્‍યો રજૂ કર્યા હતા.

આ ચર્ચા સત્રો પૂર્વે, મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવશ્રીઓ સહિત શિબિરાર્થીઓએ ભગવાન સોમનાથ મહાદેવના સમૂહમાં દર્શન કર્યા હતા. આ પ્રસંગે શિબિરની સ્‍મળતિરૂપે સોમનાથ મંદિરના પ્રાંગણમાં ગળપ ફોટોમાં સહભાગી થયા હતા.

(11:05 AM IST)