<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

પોરબંદરમાં પૂ. ભાઇશ્રીના શિષ્‍ય શ્‍યામભાઇના વ્‍યાસાસને સોમવારથી ભાગવત સપ્‍તાહ

નૃસિંહ જન્‍મોત્‍સવઃ શ્રી વામન શ્રીરામ શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવઃ ગોવર્ધન પુજાઃ રૂક્ષ્મણી વિવાહઃ પ૦૧ વૃક્ષના રોપાનું વિતરણઃ બ્રહ્મ સમાજના અગ્રણીઓ કર્મકાંડી બ્રાહ્મણોનું સન્‍માનઃ રકતદાન તથા સર્વરોગ નિદાન કેમ્‍પ : કથામાં દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં કીર્તિદાનભાઇ ગઢવી, રાજભા ગઢવી, જીતુભાઇ દ્વારકાવાળા, રેખાબેન વાળા સહિત જાણીતા કલાકારો જમાવટ કરશે

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩: પૂ. ભાઇશ્રીના શિષ્‍ય શ્‍યામભાઇ ઠાકરના વ્‍યાસાસને સોમવાર તા. રપમીથી નગરપાલિકા પાર્ટી પ્‍લોટ ખાતે ભાગવત સપ્‍તાહનો પ્રારંભ થઇ રહ્યો છે કથા આયોજન ભાગ્‍ય વિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા થયું છે.

આ ભાગવત સપ્‍તાહની પોથી યાત્રા તા. રપ સોમવાર, સવારે ૧૦-૦૦ કલાકે ભાગ્‍યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્‍ટના કાર્યાલયથી નીકળશે.

કથામાં શ્રીનૃસિંહ જન્‍મોત્‍સવ તા. ર૭ બુધવાર, શ્રીવામન, શ્રીરામ અને શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ તા. ર૮ ગુરૂવાર, શ્રી ગોવર્ધન પૂજા તા. ર૯ શુક્રવાર, રુકમણી વિવાહ તા. ૩૦ શનિવાર તથા કથા વિરામ તા. ૦૧ ડિસેમ્‍બર રવિવાર સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ થશે.

કથામાં દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમો (રાત્રે ૮-૦૦ કલાકે) માં તા. ર૬ મંગળવારે સુંદરકાંડ પાઠ, ધવલકુમાર ડો. નિર્મળદાનભાઇ ગઢવી, રાજભાઇ ગઢવી કનાગલનેશ) ભાગ લેશે.તા. ર૭ બુધવારે લોકડાયરોમાં દેવરાજભાઇ ગઢવી, હકકાભા ગઢવી, શ્રી રાજ ગઢવી, તા. ર૮ ગુરૂવાર લોક ડાયરામાં મયુરભાઇ દવે, અપેક્ષાબેન પંડયા, જીતુભાઇ દ્વારકાવાળા તા. ર૯ શુક્રવાર લોક ડાયરો રેખાબેન વાળા, દિગુભા ચુડાસમા, જયરાજ ખુમાણ તથા તા. ૩૦ શનિવાર લોક ડાયરોમાં કિર્તીદાનભાઇ ગઢવી, રાજભા ગઢવી જમાવટ કરશે.

કથા દરમિયાન પ૦૧ વૃક્ષોના રોપાનું વિતરણઃ તા. ર૬ બપોરે ૧:૦૦ કલાકે, બ્રહ્મસમાજના અગ્રણીઓ, કર્મકાંડી બ્રાહ્મણોનુ઼ સન્‍માનઃ તા. ર૬, કથા વાંચન બાદ પોલીસ અધિકારીશ્રીઓ તથા પત્રકાર મિત્રોનું સન્‍માનઃ તા. ર૭ તેમજ કથા વાંચન બાદ દરેક સમાજના પ્રમુખશ્રીઓનું સન્‍માનઃ તા. ર૮, કથા વાંચન બાદ સફાઇ કર્મચારીશ્રીઓનું સન્‍માનઃ તા. ર૯ મીએ કરાશે. બ્‍લડ ડોનેશન કેમ્‍પઃ તા. ૩૦ સાંજે ૬-૦૦ કલાકે તથા સર્વરોગ નિદાન કેમ્‍પઃ તા. ૦૧ ડિસેમ્‍બર સવારે ૯-૦૦ થી ૧-૦૦ રાખેલ છે.

કથામાં મહાપ્રસાદ દરરોજ તા. રપ થી ૩૦ સુધી સાંજે ૭-૩૦ થી ૯-૩૦ તેમજ તા. ૦૧ ડિસેમ્‍બરના રોજ બપોરે ૧-૦૦ કલાકે કથા શ્રાવણ બાદ મહાપ્રસાદ રાખેલ છે. જાહેર જનતાને કથાનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(11:28 AM IST)