<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

હાઇસ્‍કૂલોમાં ગ્રાન્‍ટેડ શિક્ષકની બદલીને કારણે શિક્ષણ ન બગડે તે માટે રજુઆત

શિક્ષક હાજર ન થાય ત્‍યાં સુધી બદલી પામેલ શિક્ષક મૂળ શાળામાં જ ફરજ બજાવે તેવી જોગવાઇ હાઇસ્‍કૂલમાં પણ કરવામાં આવે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્‍ટ દ્વારા હાઈસ્‍કૂલોમાં ગ્રાન્‍ટેડ શિક્ષકની બદલીને કારણે શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ મંત્રી સમક્ષ પત્ર પાઠવી રજૂઆત કરી છે.

ધોરાજી ખાતે બે હાયર સેકન્‍ડરી સ્‍કૂલોનું સંચાલન કરનાર ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્‍ટી જિમ્‍મી પટેલે શિક્ષણ મંત્રી ફુલ્લ પાનશેરિયાને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે શિક્ષણ વિભાગ દ્વારા હાલ ગ્રાન્‍ટેડ સ્‍કૂલોમાં જૂના શિક્ષકોની ભરતીઙ્ઘક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.દરેક સ્‍કૂલમાં શિક્ષણ સહાયક અને જૂના શિક્ષકોનો રેશિયો જળવાય રહે તે હેતુ સાથે

આ ભરતીમાં હાલ નોકરી કરતા શિક્ષકો પોતાની પસંદગીના સ્‍થળે બદલી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે.આથી એક સ્‍કૂલમાંથી બીજી સ્‍કૂલમાં જૂના શિક્ષકો નોકરી કરવા જશે.આવા સમયે જે શાળામાં જૂના શિક્ષકોની ખાલી જગા પડશે તેમાં જ્‍યાં સુધી શિક્ષણ સહાયક નીમવામાં ન આવે ત્‍યાં સુધી જૂના શિક્ષકની બદલીને કારણે શિક્ષણ બગડશે.આથી જૂના શિક્ષકના અભાવે શિક્ષણ ન બગડે તે માટે જૂના શિક્ષકને બદલીનો ઓર્ડરભલે આપવામાં આવે પણ તેઓ પોતાની મૂળ જગા નવા શિક્ષણ સહાયક હાજર ના થાય ત્‍યાં સુધી છોડી ના શકે તેવી જોગવાઈ કરવી જોઈએ.  ખાસ કરીને ગામડાની સ્‍કૂલોમાં બે વર્ગોમાં ત્રણ કે ચાર જ શિક્ષકો જ હોય છે તેમાંથી જૂના બે શિક્ષકો બદલી પામે તો શિક્ષણકાર્ય સાવ કથળી જાય.

ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓમાં થતી શિક્ષકોની બદલીમાં નવા શિક્ષક હાજર ન થાય ત્‍યાં સુધી બદલી પામેલ શિક્ષક મૂળ શાળામાં જ ફરજ બજાવે તેવી જોગવાઈ છે તે પ્રમાણેની જોગવાઈ હાઈસ્‍કૂલમાં પણ કરવામાં આવે.

(12:48 PM IST)