<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

કાલાવડમાં પોલીસ ફરિયાદ ન લેતા બાર એસોશીએશન દ્વારા રજૂઆત

 

(સચિન આશરા દ્વારા) કાલાવડ, તા.૨૩: કાલાવડ મામલતદાર કચેરીએ વકીલ અને મામલતદાર કચેરી ના કર્મચારી વચ્‍ચે  બબાલ થઇ હતી.

વકીલ અર્જુન દામજીભાઈ ઠેસિયા દ્વારા અરજ ની નકલ માંગતા ૪૫ દિવસ થયા છતાં કર્મચારી જયદીપ ગઢવી દ્વારા ના આપતા બબાલ થઇ હતી. આ અંગે ની ફરિયાદ નોંધાવવા વકીલ અર્જુન દામજીભાઈ ઠેસિયાં પોલીસ સ્‍ટેશન ગયેલ પણ પોલીસ અધિકારી એ ફરિયાદ ના લેતા કાલાવડ વકીલ બાર એસોયિેશનના દરેક સભ્‍યો દ્વારા આ મુદ્દે ફરિયાદ નોંધાવા એકઠા થઇ પોલીસ અધિકારી ને અરજી કરી છતાં ફરિયાદ લેવાઈ નહિ તો આ અંગે બાર કાઉન્‍સિલના સભ્‍યો દ્વારા સર્વાનુમતે ઠરાવ કર્યો હતો.

જવાબદારો સામે કડક ભગલા ભરવા રજૂઆતમાં જણાવ્‍યુ છે.

(11:32 AM IST)