તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ધ્રાંગધ્રાનાં પ્રાધ્યાપક અને નગરપાલિકાનાં પ્રથમ મહીલા પ્રમુખ કુ.નિવેદિતાબેન ત્રિવેદી એ નિવૃત્તિ બાદ પોતાની અર્થોપાર્જીત રૂા.ત્રણ કરોડ મિલકત સંસ્થાઓને અર્પણ કરી : કાલે વરોચિત સન્માન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૨૩ : ધાંગધ્રા ની શ્રીયાંસ ઙ્કસાદ જૈન આર્ટ્સ કોમર્સ કોલેજ માં ૩૬ વર્ષ સુધી ઙ્કાધ્યાપક તરીકે દિર્ઘકાલીન સેવા આપી નિવળત થયેલા કુ.નિવેદિતાબેન ખોડીદાસભાઇ ત્રિવેદી એ જીવનની સંધ્યાએ પોતાની આશરે રુ.ત્રણ કરોડ ની તમામ અર્થોપાર્જીત મિલકત શહેર ની વિવિધ શૈક્ષણિક, તબીબી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ ને પ્રસાદ રુપે અર્પણ કરી છે.
કુ.નિવોદિતાબેન કોલેજ માં બજાવેલી ફરજ દરમ્યાન એક આદર્શ શિક્ષક તરીકે ેપ્રતિભા દાખવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં પ્રાધ્પાપિકા તરીકે નામના મેળવી હતી. સૌરાષ્ટ્રભરની કોલેજોમાં ઓબ્ઝર્વર તરીકે પરીક્ષાશુધ્ધિ માટેની તેમની જીવના જોખમે કરેલી કાર્યવાહી નોંધનીય બની રહી હતી.તેમણે કોલેજ માં વિદ્યાર્થીનીઓ ને દેશદાઝ સાહસ અને વિરતા નાં રસંસ્કારોનું સિંચન કરી એનસીસીની સ્થાપના કરી નિરંતર ૩૫ વર્ષ સુધી સંચાલન કર્યુ હતુ.
કુ.નિવેદિતાબેન ધાંગધ્રા નગરપાલીકામાં ૧૯૯૮ થી ૧૯૯૯ દરમ્યાન પ્રથમ મહીલા પ્રમુખ રહી સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી.
કુ.નિવેદિતાબેન દ્વારા પોતાની જીવનપુંજી સહિત મિલકત જયારે સમાજ ને અર્પણ કરી રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા, શહેર નાં એજ્યુકેશન ટ્રસ્ટો, કેળવણી મંડળો,ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા તા.૨૪ રવિવારનાં ધ્રાંગધ્રાની ઔદિચ્ય બ્રાહ્મ ણ ભોજનશાળા ખાતે તેઓનું સન્માન કરી રહ્યા છે.
વિરોચિત કહી શકાય તેવા સન્માન સમારોહ માં અધ્યક્ષ પદે પુર્વ કેબીનેટ મંત્રી આઇ.કે.જાડેજા, મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,અતિથી પદે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા,શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, સુરેન્દ્રનગર નાં શિક્ષણવિદ ડો.પન્નાબેન શુકલા ઉપસ્થિત રહેનાર છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
