તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ગણાત્રા પરિવાર આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પૂ. જલારામબાપા- પૂ. વિરબાઇમાંના પ્રસંગે જીવંત ઝાંખી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી,તા.૨૩ : ગણાત્રા પરિવાર રાજકોટ ખાતે ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં પરમ પૂજ્ય મીરાબેન ભટ્ટ વ્યાસપીઠ ઉપર બિરાજી કથાનું સુંદર વર્ણન શ્રોતાઓ સમક્ષ દીપાવી રહ્યા છે. વસંત સાઉન્ડ સર્વિસ વાળા ગીરીશભાઈ ગણાત્રા રીટાબેન તેમજ રાજા ગણાત્રા રિમાબેન દ્વારા તેમના પૂજ્ય પિતાશ્રી કાંતિભાઈ તેમજ માતુશ્રી લાભુબેન ના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સપ્તાહ નો લાભ લેવા દરરોજ સગા સ્નેહીજનો ઉમટી રહ્યા છે.
કથાના દરેક પ્રસંગો ને વાસ્તવિક શૈલી માં પ્રસ્તુત કરી શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કરી રહ્યા છે શ્રી કળષ્ણ જન્મ થી લઇ રુક્મણિ વિવાહ સુધીના પ્રસંગો ને આબેહૂબ ઝાંખી દ્વારા શ્રોતાઓ સમક્ષ રજૂ કરતા ભક્તજનો તરબોળ બની દર્શન નો લ્હાવો લેવા પડાપડી કરતા જોવા મળે છે સાથેજ રોજ મહાપ્રસાદ માં અવનવી વેરાયટીઓ નો પણ લાભ લઇ પોતાની જાતને ધન્ય બનાવી રહ્યા છે ગણાત્રા પરિવાર સંત શિરોમણી પૂજ્ય જલારામબાપા માં અનેરી આસ્થા ધરાવતા હોય આજરોજ સપ્તાહમાં પૂજ્ય મીરાબેન દ્વારા જલાબાપાના પ્રસંગ કહેતા પરિવારના મોભી ગીરીશભાઈ તેમજ રીટાબેન હૂબહૂ જલારામબાપા અને માતા વીરબાઈ માં ની વેશભૂષામાં શ્રોતાઓ સમક્ષ પ્રગટ થતા ભક્તજનો દિગ્મૂઢ બની ગયા હતા.
આ પ્રસંગે મોટી પાનેલીના રિપોર્ટર પણ રૂબરૂ હાજર રહી પોતાના બહેન બનેવી ના આશીર્વાદ મેળવ્યા હતા.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
