તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ટંકારાની પરણિતાને ત્રાસ આપી માર માર્યોઃ પતિ-સાસરીયા સામે ફરીયાદ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨૩: ટંકારામાં સાસરીયાઓએ ત્રાસ આપી ગાળો આપી એકબીજાની ચડામણી કરી માર માર્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાવી છે.
વાંકાનેરના સિંધાવદર ગામે રહેતી અને મૂળ ટંકારાના ટોળ ગામના વતની હફીજાબેન જાવેદભાઈ શેરશિયા (ઉ.૩૨) મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે હફીજાના લગ્ન બાદ એક વર્ષ બાદ આ આરોપી પતિ જાવેદભાઈ આહમદભાઈ શેરસિયા, સસરા આહમદ અલીભાઈ શેરશિયા, સાસુ રોશનભાઈ આહમદભાઈ શેરશિયા, જેઠ અલ્તાફભાઈ આહમદભાઈ શેરશિયા અને દિયર લતીફભાઈ આહમદભાઈ શેરશિયા દ્વારા અવારનવાર ધરકામ તથા ખેતીકામ બાબતે તેમજ સામાન્ય બાબતોમાં ઢીકા પાટુંનો માર મારી મારપીટ કરી મોણાટોણાં મારી દુઃખ ત્રાસ આપી ગાળો આપી આરોપી લતીફભાઈ આહમદભાઈ શેરશિયા લાકડાના ધોકા વડે ડાબા હાથના ભાગે ચારેક જેટલા ધા મારતા લોહી નીકળતા હાથના ફેકચર જેવી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
