<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

મોરબીમાં ગ્રાહકોના પાર્સલમાંથી વસ્‍તુઓ કાઢી લેતા ડિલીવરીબોય સામે ગુન્‍હો નોંધાયો

ગ્રાહકોના અલગ-અલગ પાર્સલમાંથી ૧.૨૩ લાખની વસ્‍તુઓ કાઢી લઇ બીજી વસ્‍તુ મુકી દિધી!

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૨૩: મોરબીમાં ફ્‌લીપકાર્ટ કંપનીના ડીલીવરી બોયે  ગ્રાહકના નામાંનાથી ગેમ અને એરપોડ મંગાવીને ગ્રાહકોને ડીલીવરી માટે લઇ જઈ પાર્સલમાંથી કાઢી લઈને અન્‍ય કોઈ વસ્‍તુ રાખી દઈને કંપની સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

રાજકોટના ચંદ્રેશનગરમાં રહેતા મહેશભાઈ મોહનભાઈ રાઠોડે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ફ્‌લીપકાર્ટ પ્રા.લી.કંપનીની લોજીસ્‍ટીક કંપની ઇન્‍ટાકાર્ટ પ્રા.લી. કંપનીમાં આરોપી રફીક હનીફભાઈ ભટ્ટી રહે-મોરબી વાવડી રોડ દરગાહ પાસે ડીલીવરી બોય તરીકે ફરજ બજાવતો હોય દરમિયાન ગત તા. ૨૨-૧૦-૨૦૨૪ થી ૧૯-૧૧-૨૦૨૪ દરમિયાન અન્‍ય ગ્રાહકોના નામથી સોની પ્‍લેસ્‍ટેશન ૫ ગેમિંગ આઈટમ કીમત રૂ.૪૪,૦૦૦, સોની પ્‍લેસ્‍ટેશન ૪ ગેમિંગ આઈટમ કીમત રૂ.૩૩,૦૦૦, એપલ એરપોડ કીમત રૂ.૨૩,૫૦૦ અને એપલ એરપોડ પ્રો કીમત રૂ.૨૩,૦૦૦ એમ કુલ ચાર આઈટમો મળી કીમત રૂ.૧,૨૩,૫૦૦ ની વસ્‍તુઓ મંગાવી ગ્રાહકોને ડીલીવરી માટે જઈ પાર્સલ માંથી કાઢી લઇ અન્‍ય બીજી કોઈ નોનયુઝ વસ્‍તુ મૂકી દઈ કંપની સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(11:56 AM IST)