<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

પોરબંદરના લેન્‍ડ ગ્રેબીંગ અંગેની ફરિયાદમાં આરોપીને શરતી જામીનપર છોડવા આદેશ

પોરબંદર, તા. ર૩: મામલતદારશ્રીએ કરેલી લેન્‍ડ ગ્રેબીંગની ફરીયાદમાં પોરબંદર કોર્ટ આરોપીને શરતોને આધીન જામીનપર છોડવાનો હુકમ કર્યો હતો.

પોરબંદરના મામલતદાર ભરતકુમાર સંચાનીયા દ્રારા એવા મતલબની ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ લખાવેલી હતી. કે, પોરબંદરના રહીશ બીપીન બાબુભાઈ ધવલ દ્વારા પોરબંદર શહેરમાં કડીયાપ્‍લોટ માંથી માર્કેટીંગ યાર્ડ જવાના રોડ ઉપર સરકારી જગ્‍યામાં પેશકદમી કરેલી હોય અને તે સંબંધે લેન્‍ડ ગ્રેબીંગ એકટની જોગવાઈ મુજબ કમીટીની ભલામણ ના આધારે આ ફરીયાદ દાખલ કરાવેલી હતી. તે સંબંધે બીપીન ધવલ ના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં જામીન અરજી કરેલી હતી.

સરકારી જમીનોમાં પેશકદમી ખુલ્લી ન કરાવવી પડે તેવા હેતુથી ખોટી રીતે હેરાન કરવાના ઈરાદે ફરીયાદ કરેલી હોય ત્‍યારે સામાન્‍ય માણસ કોર્ટ સિવાય કયાંય ન્‍યાય માંગવા જઈ શકે નહીં. અને સુપ્રિમ કોર્ટે પણ તાજેતરમાં જ ‘બુલડોઝર' નો ઉપયોગ કોઈને હેરાન કરવા માટે કરવો નહીં. તેવુ સ્‍પષ્ટ ઠરાવેલું હોય ત્‍યારે હાલના કિસ્‍સામાં પણ હેરાન કરવાના ઈરાદે ફરીયાદ કરેલ હોવાની વિગતવાર દલીલ એડવોકેટ ભરતભાઈ લાખાણી એ કરતા અને તે સંબંધેના પુરાવાઓ રજુ કરતા એડીશ્‍નલ ડીસ્‍ટ્રીકટ જજ શ્રી પઠાણ દ્વારા રેકર્ડ ઉપરના પુરાવાઓ તથા એડવોકેટની દલીલ તથા પોલીસ પેપર્સ ને ધ્‍યાને લઈ શરતોને આધીન બિપીન બાબુભાઈ ધવલ ને જામીન ઉપર મુક્‍ત કરવાનો હુકમ કરેલો હતો.

આ કામમાં આરોપી વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્‍દ્ર પાલા, નવઘણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

(12:20 PM IST)