<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ભાયાવદરના ઢાંકમાં પોરબંદરનાં નાથાભાઇ ઉપર ૪ શખ્‍સોનો પાઇપ ધોકાથી હુમલો

જુના મનદુઃખના સમાધાન માટે ભેગા થયા બાદ બઘડાટી : પિતા-પુત્ર સહિત ૪ સામે ફરીયાદ

રાજકોટ , તા. ર૩ :  ભાયાવદરના ઢાંક ગામે જુના મનદુઃખના સમાધાન માટે ભેગા થયા બાદ પોરબંદરના યુવાન ઉપર પિતા-પુત્ર સહિત ૪ શખ્‍સોએ પાઇપ-ધોકાની હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર બોખરા વિસ્‍તારમાં ચુનાની ભઠ્ઠીની બાજુમાં રહેતા નાથાભાઇ જોધાભાઇ ઓડેદરા (ઉ.વ.૩૬) એ આરોપી દેવશી ઉર્ફે ગાંડુ કારાભાઇ કારાવદરા, કાના દેવશીભાઇ તથા અજાણ્‍યા બે શખ્‍સો સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના બનેવી જીવાભાઇનું છ-સાત મહિના પૂર્વે કેન્‍સરની બિમારીમાં મોત થયું હતું તે આરોપી દેવશીભાઇના કૌટુંબિકભાઇ થતા હોય જેથી જે તે સમયે આરોપી દેવશી ફરીયાદી તથા ફરીયાદીના બહેન ઉપર મારી નાખવાનો આક્ષેપ કરેલ હોય જે બાબતે ફરીયાદી તથા આરોપી વચ્‍ચે મનદુઃખ હોય તેનું સમાધાન કરવા ફરીયાદીને ઢોક ગામે બોલાવ્‍યા હતા અને બાદમાં ઝઘડો થતા આરોપી દેવશીભાઇ તેના પુત્ર કાના અને અન્‍ય બે અજાણ્‍યા શખ્‍સોએ પાઇપ-ધોકાથી હુમલો કરતા ફરીયાદીને ફેકચર થઇ ગયું હતું.  આ ફરીયાદ અન્‍વયે ભાયાવદર પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:15 PM IST)