<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં વધારોઃ નલીયા કરતા ગાંધીનગરમાં વધુ ઠંડી

ગાંધીનગર ૧૧.૬ , નલીયા ૧ર.ર, રાજકોટ-જામનગરમાં ૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા., ૨૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હવે ઠંડી જામવા લાગી છે. આજે કચ્‍છના નલીયા કરતા ગાંધીનગરમાં વધુ ઠંડી અનુભવાય છે.

ગાંધીનગરમાં ૧૧.૬, નલીયા ૧ર.ર, રાજકોટ-જામનગરમાં ૧૪, અમરેલીમાં ૧૪.૬, ડીસામાં ૧૪.૧ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.

નવેમ્‍બર મહિનો પુરો થવા જઇ રહયો છે. ત્‍યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહયું છે. રાજયમાં તાપમાન ગગડી રહયું છે. ગુજરાતમાં ૧ર ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ૧૦ ડીગ્રી સુધી તાપમાન પહોંચવાની શકયતાઓ હવામાન વિભાગે પણ સેવી છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪,  મહતમ તાપમાન ર૯.૮, ભેજનું પ્રમાણ ૭૪ ટકા, પવનની ગતિ ૪.૮ કિ.મી. રહી હતી.

(12:16 PM IST)