<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ગોંડલ પંથકમાં સિંહ નર માદાની જોડી અને ચાર દિપડાનો પડાવ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.ર૩ : ગોંડલ  પંથક માં છેલ્લા ઘણા  વરસો થી શિયાળા ની  સિઝન માં  સિંહ નર અને દિપડા શિકાર અને પાણી માટે આવી ચડે છે.અને શિયાળાનાં બેથી ત્રણ મહિના  પડાવ નાંખે છે.ત્‍યારે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગોંડલ પંથકના છેવાડાનાં ગામો જેવા કે દેરડી (કુંભાજી), શ્રીનાથગઢ, કમરકોટડા, ખંભાળીયા, મીતીયાળા, લિલાખા અને આંબરડીનાં સિમ વિસ્‍તારમાં સિંહની જોડી અને ચાર જેટલા દિપડા આવી ચડયા છે.

આ અંગે વન વિભાગનાં સૂત્રો માંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ સિંહની નર-માદાની જોડી અને ચાર દિપડાએ ઉપરોકત વિસ્‍તારમાં પડાવ નાંખ્‍યો છે. દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ આ જંગલી જનાવર ખોરાક-પાણીની શોધમાં આવી ચડયા છે.ગોંડલ પંથકનાં ઉપરોકત ગામોની સિમમાં વનવિભાગનાં ધ્‍યાને આ સિંહ અને દિપડા આવી ગયા છે.અને વન વિભાગે વોચ રાખવાનું શરૂ કરી દિધું છે. વન વિભાગનાં જણાવ્‍યા મુજબ આ સિંહ અને દિપડાએ જો કે, હજુ સુધી ગ્રામ્‍ય વિસ્‍તારમાં કોઈ પશુનું મારણ કર્યું નથી કે કોઈ ગ્રામજનોને હેરાનગતી કરી નથી છતા વનવિભાગ સતત આ જનાવરોને ટ્રેસ કરી રહ્યું છે.

(12:59 PM IST)