તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ચોટીલા તાલુકાની બે દિકરીઓએ અન્ડર ૧૫માં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનોડંકો વગાડયો
રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલની પ્રાપ્તિ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ર૩: ચોટીલામાં ફોટોગ્રાફિનાં વ્યવસાય સાથે સંકળાયેલા મેવાસા (સુખસર) ગામનાં રાઠોડ જશુબેન માત્રાભાઇ રબારી ની દિકરી તેમજ ચીરોડા (ભાદર) ગામનાં ખેડૂત દંપતિ ખોરાણી શોભાબેન ભયાભાઇ ની જુનાગઢના સાપરડા ખાતે બ્રમ્હાનંદ વિધ્યાલયમાં અભ્યાસ કરતી દિકરીઓએ ગ્રેપલીંગ ની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે ભાગ લીધેલ હતો.
સમગ્ર દેશનાં ૨૨ રાજ્યનાં ૨૫૦૦ જેટલા સ્પર્ધકો હિસ્સેદાર બનેલ હતા, ગ્રેપલીંગની આ સ્પર્ધામાં ૬૪ Kg માં પ્રિયા રાઠોડ અને ૫૨ Kg માં ખોરાણી કિંજલ બંન્ને ચોટીલા તાલુકાની દિકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલની જીત મેળવી અનેરી સિધ્ધી પ્રાપ્ત કરેલ છે.
વિજેતા બનનાર બંન્ને દિકરીઓને આ ક્ષેત્રમાં સફળતા માટે તૈયારી કરાવનાર પાયા ના માર્ગદર્શક નયનાબેન રાણા સંજય યાદવ તેમજ કોચ તરીકે જામનગરના પ્રિયા જોગલ અને ભૂષણ યાદવ બનારસ નો પણ સિંહફાળો રહેલો છે.
સુરેન્દ્રનગર જિલ્લાનાં અલ્પ વિકસિત એવા ચોટીલા તાલુકાની બે દિકરીઓ એ સ્થાનિક કક્ષા થી પણ વધુ પોતાની સફર શરૂ કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી અવિરત મેડલો મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે હવે રમવા જશે અને સામાન્ય ગ્રામીણ વાતાવરણમાં ઉછરેલ બંને દિકરીઓ સમગ્ર ચોટીલા પંથકને ગૌરવ પ્રદાન કરાવ્યું છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
