<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ભારતના પ્રતિનિધિઓએ પોર્ટુગલમાં ચીનની ચતુરાઈને પડકાર ફેંકયો

પોર્ટુગલમાં ઇન્‍ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન વકીંગ કમિટી મીટીંગમાં મોરબી સિરામિક એસો પ્રમુખે હાજરી આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા., ૨૩: પોર્ટુગલમાં ઇન્‍ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીગ કમિટી ની મીટીંગ યોજાયેલ હતી. જેમાં આઇએસઓ ટીસી/૧૮૯ ટાઇલ્‍સ માટેનુ ઇન્‍ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભરમાંથી ૨૯ દેશ સભ્‍ય છે. તેમાંથી ૨૧ દેશના ડેલિગેશન  આઇએસઓ ટીસી /૧૮૯ ની મીટીંગમાં હાજર રહેલ. આ ર્વકિંગ કમીટી ની મીટીંગ પોર્ટુગલ ના ઇલ્‍હાવો સિટીમાં આયોજીત થયેલ. જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે ચાર મેમ્‍બર આ મીટીંગ માં હાજરી આપવા ઇલ્‍હાવો - પોર્ટુગલ માં હાજર રહ્યા હતા.  જેમાં પ્રસાંત  યાદવ- સેક્રેટરી બ્‍યુરો  ઓફ ઇન્‍ડીયન સ્‍ટાન્‍ડર્ડ - દિલ્‍હી , પ્રિજમ જોનસન લિમિડ - દેવાસ એમપી- આર એન્‍ડ ડી હેડ સુદિપ્તો સાહા  અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ શ્રી હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર- નેશનલ સેરા લેબ હાજરી આપેલ.

આ કમિટી મીટીંગમાં  ચાઇના તરફ થી ઇલાસ્‍ટીક મોડ્‍યુલસ ફોર  સબટ્રેસ એન્‍ડ ગ્‍લેઝ લેયર નામ નો ટેસ્‍ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબત ની ટેસ્‍ટ મેથળ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફ થી  વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધ ને ટેકો આપવા  માટે અમેરિકા,ઇટાલિ,બ્રાઝીલ,ઓસ્‍ટ્રેલિયા અને તર્કી ના ડેલિગેશન આગળ આવ્‍યા હતા અને ધારદાર રજુઆત કરી હતી. ચાઇના સામે ભારત ના આ વિરોધ ની કમિટી ના ચેરમેન ડો. સેન્‍ડર્સ જો. પી.- અમેરિકા એ નોંધ લઇને ભારતની તરફેણમાં નિર્ણય આપવા માટે આશ્વાશન આપેલ હતુ. આ નિર્ણય ની માહીતી મિટીંગની મીનિટ નોંધમાંથી નોંધ પડ્‍યે નકકી થશે કે ચેરમેને  શુ ચુકાદો આપ્‍યો. આ કમિટીમાં ચેરમેનનો ચુકાદો આખરી અને ફાઇનલ હોય છે.

આ ટેસ્‍ટ આવવાથી  મોરબીના જીવીટી બનાવતા એકમો ને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્‍ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્‍સ બનાવવા માટે  ભારતમાં આ સ્‍ટાન્‍ડર્ડ  માટે નુરો મટીરીયલ અવેલેબલ નથી. જો આ ટેસ્‍ટ આંતર રાષ્‍ટ્રિય સ્‍ટાન્‍ડર્ડમાં આવે તો આ મુજબ ની ગુણવતા વાળી  ટાઇલ્‍સ બનાવવા માટે ભારતે બીજા દેશ પર રોમટીરીયલ્‍સ માટે આધારીત રહેવુ પડે.   આ તકે ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્‍ટ મેથડનો વિરોધ કર્યો હતો.

(1:02 PM IST)