તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
જામનગર રેડક્રોશ સોસાયટી ખાતે પત્રકારો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩ જામનગર જિલ્લાના પત્રકારો માટે રેડક્રોસ સોસાયટી અને માહિતી વિભાગ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નેશનલ હાઇસ્કુલ રેડક્રોસ સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં પત્રકારોને લોહીની ટકાવારી, લિપિઁડ પ્રોફાઇલ, કીડની, થાઇરોઇડ, બી-૧ર અને વિટામીન ડી, ડાયાબિટીસ, એકસ રે, ઇસીજીના ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા.
નિદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. જેમાં રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડો. અવિનાશ ભટ્ટ, પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઇ ગણાત્રા, સભ્યો નિરંજનાબેન વિઠ્ઠલભાઇ, કિરીટભાઇ શાહ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રભાઇ ભાનુશાળી, દીપા સોની, નીતિનભાઇ પરમાર, કાજલબેન ગાગિયાણી,ઉષાબેન ગાંધી, એપી અમૃતિયા, કેસુભાઇ કેટિયા, ભરતભાઇ દવે, અજીતસિંહ જાડેજા વગેરે સહયોગી થયા હતા.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
