<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

જેતપુરમાં ટીબીના દર્દીઓ માટે ચેકઅપ કેમ્‍પ યોજાયોઃ પ્રોટીન પાવડર કઠોળની કીટનું વિતરણ

જેતપુરઃ તાલુકા હેલ્‍થ ઓફિસ ખાતે શહેરમાં રહેતા અને ટીબીની બીમારીથી પિડીત દર્દીઓને રાજકોટ ખાતેથી આવેલ નિષ્‍ણાંત ડોકટરોની ટીમ તથા જીલ્લા ક્ષય અધિકારી ડો.ઘનશ્‍યામ મહેતા અને તેઓની ટીમ દ્વારા તમામ દર્દીઓની તપાસ કરી હતી અને જરૂરી હોય તેવા દર્દીને દવા આપવામાં આવેલ હતી તેમજ તમામ દર્દીને શહેરના એક નામાંકિત ડોકટર દ્વારા પોષણ મળી રહે તેવી એક અનાજ કઠોળની કીટ વિતરણ કરવામાં આવ્‍યું હતું અને સાથે તમામ દર્દીઓને શકિત અને સ્‍ફુર્તિ અને સફુર્તિ આવે તે માટે એક પ્રોટીન પાવડર પણ અપાયો હતો. આ કાર્યક્રમમાં કુલ પ૦ થી વધુ દર્દીઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન તાલુકા હેલ્‍થ ઓફિસર ડો.કુલદીપ સાપરિયા તથા સરકારી હોસ્‍પિટલના ડી.જે.રાઠોડ દ્વારા કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર અહેવાલ : કેતનઓઝા જેતપુર)

(1:42 PM IST)