<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

કલ્યાણપુરના ખીજદડ ગામે વિરમદેવસિંહ જાડેજાની હત્યામાં પકડાયેલ આરોપી ચંદ્રસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર

આરોપીની સાથે કોઈ બીજા આરોપી પણ મદદમાં હતા કે કેમ?પ્રેમ પ્રકરણનો જે કારણ ફરિયાદમાં છે તે સિવાય અન્ય કોઈ કારણમાં હત્યા થઇ કે કેમ ?

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે વિરમદેવસિંહ જાડેજા ની હત્યા પ્રકરણમાં પકડાયેલ આરોપી ચંદ્રસિંહ જાડેજા ની બે દિવસની રિમાન્ડ પર લેવામાં આવ્યા

દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે તથા દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડ ના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પીઆઇ કે બી રાજવી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તથા જે જગ્યાએ વિરમદેવસિંહ નું મર્ડર થયું હતું ત્યાં  ખેતરમાં આરોપીને લઈ અને હત્યાનું રી કસ્ટ્રકશન કરવામાં આવ્યું હતું તથા આ આરોપીની સાથે કોઈ બીજા આરોપી પણ મદદમાં હતા કે કેમ તથા પ્રેમ પ્રકરણનો જે કારણ ફરિયાદમાં છે તે સિવાય અન્ય કોઈ કારણમાં હત્યા નથી થઈ ને થઈને તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ કલ્યાણપુર કોર્ટ દ્વારા આપવામાં આવેલા છે


 

(9:59 PM IST)