News of Sunday, 24th November 2024
અંજારમાં વરસામેડી રોડ પર આખલો અથડાતાં બાઈક સવાર યુવાનનું મોત
બાઈક લઈ નજીકની હોટેલ પર ચા લેવા નીકળ્યો ત્યારે રસ્તામાં અચાનક આખલો આડો ઉતરતાં તેની સાથે તે ટકરાયો હતો.

અંજારના વરસામેડી રોડ પર મોટર સાયકલ લઈને જતાં યુવક આડે આખલો ઉતરતાં સર્જાયેલી ટક્કરમાં તેનું મૃત્યુ નીપજ્યું છે. મરણ જનાર ૨૮ વર્ષિય હરીશ વિજય શર્મા (મૂળ રહે. હરિયાણા) શાંતિધામ-03 સોસાયટીમાં મોટાભાઈના પરિવાર સાથે રહીને મોટાભાઈ સાથે ગેરેજમાં કામ કરતો હતો. ૧૪ નવેમ્બરની સાંજે સાતેક વાગ્યાના અરસામાં તે મોટાભાઈને કહીને બાઈક લઈ નજીકની હોટેલ પર ચા લેવા નીકળ્યો હતો. રસ્તામાં અચાનક આખલો આડો ઉતરતાં તેની સાથે તે ટકરાયો હતો. માથામાં ગંભીર ઈજાથી હેમરેજ થઈ ગયેલું. તેને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ બે દિવસની અંદર તેણે દમ તોડી દીધો હતો. બનાવ અંગે અંજાર પોલીસે ગુનો નોંધ્યો છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
