<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

કચ્છના ખાવડા નજીક લુડીયા ત્રણ રસ્તે અજાણ્યા વાહને ટક્કર મારતાં મોટર સાયકલ પર જતા યુવકનું કરૂણમોત

અજાણ્યો વાહન ચાલક વાહન સમેત નાસી ગયો:પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનની કલમો તળે ગુનો નોંધ્યો

ભુજઃ સરહદી ખાવડા નજીક લુડીયા ત્રણ રસ્તે અજાણ્યા વાહને ટક્કર મારતાં મોટર સાયકલ પર જઈ રહેલાં ૨૭ વર્ષિય યુવકનું મૃત્યુ નીપજ્યું છે. દુર્ઘટના શુક્રવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ઘટી હતી. મરણ જનાર નિઝામુદ્દીન ગફુર સુમરા (રહે. પરીટવાંઢ)ને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક વાહન સમેત નાસી ગયો હતો. ગંભીર હાલતમાં રહેલાં નિઝામુદ્દીનને પ્રથમ ખાવડા સીએચએસી અને બાદમાં ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

જો કે, ભુજની ખાનગી હોસ્પિટલમાં પહોંચે તે પૂર્વે જ એમ્બ્યુલન્સમાં તેણે કાયમ માટે આંખો મીંચી લીધી હતી. ખાવડા પોલીસે અજ્ઞાત વાહનચાલક સામે હિટ એન્ડ રનની કલમો તળે ગુનો નોંધ્યો છે.

(1:12 AM IST)