News of Sunday, 24th November 2024
ભાયાવદરના ઢાંક ગામમાં સમાધાન માટે બોલાવી ચાર શખ્શોએ પાઈપ અને ધોકા વડે માર માર્યો
જુના મનદુઃખના સમાધાન માટે બોલાવી નવો ડખ્ખો કર્યો

ભાયાવદર તાલુકાના ઢાંક ગામમાં સમાધાન માટે બોલાવી બે અજાણ્યા સહીત ચાર શખ્શોએ યુવાનને પાઇપ અને ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે
પોરબંદર બોખીરા વિસ્તારના રહેવાસી નાથાભાઈ જોધાભાઇ ઓડેદરા (ઉ.વ.૩૬) વાળાએ આરોપીઓ દેવશી ઉર્ફે ગાંડું કારાભાઈ કારાવદરરા, કાના દેવશીભાઈ ઉર્ફે ગાંડુભાઈ કારાભાઈ કારાવદરા અને બીજા બે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના બનેવી જીવાભાઈ કારાવદરા છ સાત માસ પૂર્વે કેન્સરની બીમારીને કારણે ગુજરી ગયા છે જે આરોપી દેવશીના કુટુંબી ભાઈ થતા હોય જે તે સમયે આરોપી દેવશીએ ફરિયાદી નાથાભાઈ અને તેની બહેન પર મારી નાખવાનો આક્ષેપ કર્યો હતો જે બાબતે ફરિયાદી નાથાભાઈ અને આરોપી વચ્ચે મનદુઃખ હતું
જેથી નાથાભાઈને સમાધાન કરવા માટે બોલાવતા નાથાભાઈ ઢાંક ગામે ગયા હતા જ્યાં બે અજાણ્યા સહિતના કાહ્ર ઇસમોએ લાકડાના ધોકા અને પાઈપ વડે માર મારી ગાળો આપી ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી ભાયાવદર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
