<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર સુખપર ગામ નજીક ખાનગી બસ અને બાઇક વચ્‍ચે ગોઝાર અકસ્‍માતઃ ૧૭ વર્ષના સગીતનું કમધમાટી ભર્યુ મોતઃ અનય બે યુવાનો ઇજાગ્રસ્‍ત

પોલીસે ખાનગી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર સુખપર ગામ નજીક ખાનગી બસના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈકમાં સવાર બે યુવાનને ઈજા પહોંચી હતી જયારે ૧૭ વર્ષના સગીરનું મોત થયું હતું જે અકસ્માતના બનાવ મામલે પોલીસે ખાનગી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના સુખપર ગામના રહેવાસી રવિરાજસિંહ ઘેલાભાઈ લીંબોલા (ઉ.વ.૨૦) નામના યુવાને લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૩ ના રોજ સુખપર ગામની નદીના પુલ નજીક બસ ચાલકે ફરિયાદીના બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી બાઈક સવાર ત્રણેય યુવાન પડી જતા ફરિયાદી રવિરાજસિંહ અને અનિલભાઈ એમ બે યુવાનને ઈજા પહોંચી હતી તો નીલેશ દાજીભાઈ રાઠોડ (ઉ.વ.૧૭) વાળાનું ગંભીર ઈજાને પગલે સારવારમાં મોત થયું હતું અકસ્માત બાદ બસ મૂકી ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ખાનગી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(4:08 PM IST)