હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામ નજીક ગમખ્વાર અકસ્માતઃ ટ્રકચાલકે રોડ ક્રોસ કરતા યુવાને હડફેટે લેતા મોત
ખરેડા ગામના રહેવાસી હેતલબેન મહેશભાઈ ખુમાણ નામની મહિલાએ ટ્રક જીજે ૦૩ એટી ૪૦૭૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

ખરેડા ગામ નજીક હીટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં રોડ ક્રોસ કરતા યુવાનને હડફેટે લઈને મોત નીપજાવી ટ્રક ચાલક ફરાર થયો હતો જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામના રહેવાસી હેતલબેન મહેશભાઈ ખુમાણ નામની મહિલાએ ટ્રક જીજે ૦૩ એટી ૪૦૭૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પતિ મહેશભાઈ બાબુભાઈ ખુમાણ બાથરૂમ જવા ખરેડા ગામ પાસે પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું અને અકસ્માત સર્જી ટ્રક લઈને નાસી ગયો હતો કોટડાસાંગાણી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
