<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

લજાઇ ગામે ઘર બહાર રાખેલ દોઢ લાખની કિમતની રીક્ષા અજાણ્યો ઇસમ ઉપાડી ગયો

ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ટંકારાઃ  લજાઈ ગામે રહેતા ૩૨ વર્ષીય યુવાનના ઘર બહાર રાખેલ દોઢ લાખની કિમતની રીક્ષા અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના લજાઈ ગામે ઝાપા વાળી શેરીમાં રહેતા અજરૂદિન વલીભાઈ હેરંઝાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૩ ના રોજ રાત્રીથી સવાર દરમિયાન અજાણ્યો ઇસમ ફરિયાદીની રીક્ષા જીજે ૩૬ યુ ૮૯૭૬ કીમત રૂ ૧,૫૦,૦૦૦ વાળી ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(4:24 PM IST)