<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પર ડબલ સવારી બાઈકમાં બે યુવાન જતા વચ્‍ચે ભેંસ આડી ઉતરતા બાઇક ચાલકે અચાનક બ્રેક મારતા નીચે પડકતા બાઇક ચાલકનું મોત

બાઈક ચાલક પુનાભાઈ વોરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજયું હતું

વાંકોનરઃ વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પર ડબલ સવારી બાઈકમાં બે યુવાન જતા હતા ત્યારે ભેંસ આડી ઉતરતા જોરદાર બ્રેક મારતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો જે અકસ્માતમાં બંને યુવાનને ઈજા પહોંચતા એકનું મોત થયું હતું
મૂળ યુપીના વતની અને હાલ વાંકાનેર રહેતા કમલાકાંતભાઈ દુર્ગાપ્રસાદ ચૌધરી નામના યુવાને બાઈક ચાલક પુનાભાઈ મંગાભાઈ વોરા રહે રાતીદેવલી તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પુનાભાઈ વોરા બાઈક ચલાવતા હતા અને કમલાકાંત પાછળ બેઠા હતા વાંકાનેર ચોટીલા હાઈવે પર બાઈક પુરઝડપે ચલાવતા રસ્તામાં ભેંસ આડી ઉતરી હતી ત્યારે બાઈકને જોરદાર બ્રેક મારતા કાબુ ગુમાવી દીધો હતો જેથી બંને યુવાન બાઈક સહીત રોડ પર પડી જતા કમલાકાન્તને ઈજા પહોંચી હતી જયારે બાઈક ચાલક પુનાભાઈ વોરાને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

(4:54 PM IST)