હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
મોરબીઃ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ ૩ ડેમમાં અજાણ્યા પુરુષે ઝંપલાવ્યું
ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓએ સર્ચ ઓપરેશન શરુ કયુ હતું પરંતુ કલાકો વીત્યા બાદ હજુ પણ ડેમમાં ઝંપલાવનાર અજાણ્યા પુરુષનો પત્તો લાગ્યો નથી

મોરબીઃ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ ૩ ડેમમાં અજાણ્યા પુરુષે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને તરવૈયાઓએ સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જોકે કલાકો વીત્યા બાદ હજુ પણ ડેમમાં ઝંપલાવનાર અજાણ્યા પુરુષનો પત્તો લાગ્યો નથી
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મચ્છુ ૩ ડેમમાં સવારના સુમારે એક અજાણ્યા પુરુષે ઝંપલાવ્યું હોવાની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી સ્થળ પરથી રીક્ષા મળી આવતા રીક્ષા ચાલક ડેમમાં કુદી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી ફાયર ટીમના તરવૈયાઓ સવારથી શોધખોળ ચલાવી રહ્યા છે જોકે બનાવને ૬-૭ કલાક જેટલો સમય વીત્યા છતાં ડેમમાં કુદનાર અજાણ્યા પુરુષનો કોઈ પત્તો લાગ્યો નથી તો ફાયર ઓફિસરે ડેમમાં કુદનાર ગોવિંદભાઈ મકવાણા હોવાની માહિતી આપી હતી જોકે તે રીક્ષાચાલક છે કે અન્ય કોઈ તે હાલ સ્પષ્ટ નહિ હોવાનું જણાવ્યું હતું
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
